સોલાપુરઃ સોલાપુરમાં એક અજબ-ગજબનો ગુનો સામે આવ્યો છે અને આવા ગુના વિશે તમે અત્યાર સુધી ક્યારેય સાંભળ્યું સુદ્ધાં નહીં હોય. અહીં સાત મહિલાઓએ મળીને એક યુવકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હચો, પોલીસે સાતેય મહિલાઓ સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સોલાપુરના રંગભવન ચોકમાં આ ચોંકાવનારો બનાવ બન્યો હચો અને આકાશ કાળે નામના યુવકનું ધોળા દિવસે દુકાનમાંથી ફિલ્મી સ્ટાઈલમાં મારપીટ કરીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આકાશ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે અને બપોરના બે વાગ્યાની આસપાસ સાત મહિલાઓ દ્વારા આ અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આકાશના મિત્રોએ સાથે મળીને વાહનનો પીછો કર્યો હતો અને ઓવરટેક કરીને અપહરણકર્તાઓની ગાડીને અટકાવી હતી. આને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસની પણ એન્ટ્રી થઈ હતી. જેને કારણે આકાશના અપહરણનો પ્રયાસ નિષ્ફળ થઈ ગયો હતો.
આકાશના અપહરણના પ્રયાસ માટે પોલીસ દ્વારા સાત મહિલાઓ અને એક પુરુષ સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. સોલાપુરના સદર બજાર પોલીલ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે આઈપીસીની કલમ 364-એ, 323,367 અને 395 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.