Homeવેપાર વાણિજ્યકોપર સહિતની ધાતુઓમાં નરમાઈ

કોપર સહિતની ધાતુઓમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની મુખ્ય ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ધાતુ બજારમાં પણ કોપર, બ્રાસ, ઝિન્ક સ્લેબ અને ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૬૬નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની સતત બીજા સત્રમાં માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૪ની તેજી આગળ ધપી હતી, જ્યારે એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૬ના ઘટાડા સાથે રૂ. ૨૩૭૪ના મથાળે રહ્યા હતા.
આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં કોપર વાયરબાર અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૬ ઘટીને અનુક્રમે રૂ. ૮૦૦ અને રૂ. ૭૬૧, કોપર સ્ક્રેપ હેવી અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૭૫૨ અને રૂ. ૬૯૦, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને અનુક્રમે રૂ. ૭૪૧ અને રૂ. ૪૮૩, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૫૩૪ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૨૫૩ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર નિકલમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ પ્રબળ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૪ વધીને રૂ. ૨૧૧૯ના મથાળે રહ્યા હતા, જ્યારે ખપપૂરતી માગને ટેકે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૫૭, રૂ. ૨૧૦ અને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -