આપણે બધા જ ઈન્ટરનેટનો છુટથી ઉપયોગ કરતાં હોઈએ છીએ પછી એ રસોડામાં સાંજ માટે ચટાકેદાર નાસ્તાની રેસિપી હોય કે લાઈવ ન્યુઝ અપડેટ્સ મેળવવા હોય. કંઈ પણ નવું શીખવા, જાણવા માટે ઈન્ટરનેટ ઈઝ બેસ્ટ ઓપ્શન. આજે આપણે આ આર્ટિકલમાં જાણીશું કે આખરે એક મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થઈ શકે છે?
બોલવામાં કે સાંભળવામાં ભલે એક મિનિટ ઓછો સમય લાગતો હોય, પણ આજના આ ડિજિટલ યુગમાં એક મિનિટમાં ઘણી બધી ઉથલપાથલ થઈ જાય છે. એક મિનિટના સમયગાળામાં કોઈ વ્યક્તિ દિલ્હી, યુકે, જાપાન સહિત દેશના કોઈ પણ ખુણે બની રહેલી ઘટનાઓનું લાઈવ અપડેટ્સ મેળવી શકે છે.
સર્ચ એન્જિન અને આપણા સૌના લાડકા ગૂગલ બાબાની વાત કરીએ તો એક મિનિટમાં ગૂગલ પર આશરે 60 લાખ કરતાં વધુ વસ્તુઓ સર્ચ કરવામાં આવે છે.
60 સેકન્ડની અંદર યુ-ટયૂબ અને અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સ કે ટીવી પર 10 લાખ કરતાં વધુ કલાકના વીડિયો જોઈ લે છે.
ટ્વિટરની વાત કરીએ તો આ પ્લેટફોર્મ પર માત્ર 60 સેકન્ડમાં 3,47,222 ટ્વિટ પોસ્ટ કરવામાં આવે છે.
મોબાઈલથી માત્ર 1 મિનિટમાં 16 મિલિયન મેસેજ અને લગભગ 23 કરોડ 14 લાખ 58 હજાર 333 ઈ-મેઈલ મોકલવામાં આવે છે. તેવી જ રીતે, યુટ્યુબ પર 1 મિનિટમાં 500 કલાકનો કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે છે.
માત્ર 60 સેકન્ડની અંદર 24,30,555 સ્નેપ અને ઝૂમ એપ્લિકેશન પર 1,04,642 કલાકની મીટિંગ્સ થાય છે.
ઇન્સ્ટાગ્રામ પર 1 મિનિટમાં 65,972 ફોટા અને વીડિયો પોસ્ટ કરવામાં આવે છે જ્યારે ફેસબુક પર 60 સેકન્ડમાં 17 લાખ પોસ્ટ કરવામાં આવે છે. 60 સેકન્ડમાં લોકો ઈ-કોમર્સ વેબસાઈટપરથી 3,592 કરોડ રૂપિયાની ખરીદી કરવાનું ટેલેન્ટ પણ રાખે છે.