આરસીબીની મહિલા ટીમના કેપ્ટન તરીકે સ્મૃતિ મંધાનાની નિમણૂક કરવામાં આવી છે. કેપ્ટન તરીકે પોતાની નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા સ્મૃતિએ જણાવ્યું હતું કે તે તેના 100 ટકા આપવાનો પૂરતો પ્રયાસ કરશે.
13 ફેબ્રુઆરીએ મુંબઈમાં WPL હરાજીમાં સૌથઈ પહેલી બોલી સ્મૃતિ મંધાના માટે લગાવવામાં આવી હતી. તે સૌથી મોંઘી ખેલાડી પણ હતી, આરસીબીએ તેને સાઈન કરવા માટે 3.4 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આરસીબીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સે સિનિયર બેટર કોહલી અને ફ્રેન્ચાઈઝી મેન્સ ટીમના વર્તમાન કેપ્ટન ડુ પ્લેસિસ દર્શાવતો વીડિયો શેર કર્યો છે. વિડિયોમાં, બંનેને RCB મહિલા ટીમના કેપ્ટનનું નામ જણાવતા જોઈ શકાય છે.
“હાય RCBના ચાહકો, આજે એક ખૂબ જ ખાસ જાહેરાત કરવા માટે આ તમારો નંબર 18 અહીં છે. છેલ્લા એક દાયકાથી RCBનું નેતૃત્વ કરવું એ મારી કારકિર્દીનો ખૂબ જ આનંદપ્રદ અને યાદગાર તબક્કો રહ્યો છે. એક કેપ્ટન માત્ર જૂથનો નેતા નથી હોતો. તે એવી વ્યક્તિ છે જે સંસ્કૃતિનું સર્જન કરે છે અને તેની આસપાસના દરેક લોકોનું સન્માન મેળવીને તે વારસાને આગળ ધપાવે છે, એમ વિરાટ કોહલીએ જણાવ્યું હતું.
“હવે, વુમન્સ પ્રીમિયર લીગમાં બીજી નંબર 18 માટે ખૂબ જ ખાસ RCB ટીમનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. હા, અમે સ્મૃતિ મંધાના વિશે વાત કરી રહ્યા છીએ. સ્મૃતિ, તમને શ્રેષ્ઠ ટીમ અને શ્રેષ્ઠ ચાહકોનો ટેકો મળશે,” એમ ફાફ ડુપ્લેસિસે કહ્યું હતું.
From one No. 18 to another, from one skipper to another, Virat Kohli and Faf du Plessis announce RCB’s captain for the Women’s Premier League – Smriti Mandhana. #PlayBold #WPL2023 #CaptainSmriti @mandhana_smriti pic.twitter.com/sqmKnJePPu
— Royal Challengers Bangalore (@RCBTweets) February 18, 2023
મંધાનાએ જણાવ્યું હતું કે “વિરાટ અને ફાફને આરસીબીની આગેવાની વિશે આટલું બોલતા જોવું ખૂબ જ સરસ અનુભૂતિ છે. મને આ અદ્ભુત તક આપવા બદલ હું આરસીબી મેનેજમેન્ટનો આભાર માનું છું. હું તમારા (પ્રશંસકો) તરફથી પ્રેમ અને સમર્થન મેળવવા માટે આતુર છું, અને હું તમને વચન આપું છું કે RCBને WPLમાં સફળતા અપાવવા માટે મારું 100 ટકા આપીશ.”
ડુ પ્લેસિસે જણાવ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે અમારી મહિલા કેપ્ટન પાસે આરસીબીનું નેતૃત્વ કરવાના તમામ લક્ષણો છે. ઓલ ધ વેરી બેસ્ટ સ્મૃતિ મંધાના. રમતોમાં મળીશું.”