એપ્રિલમાં આટલા કરોડ લોકોએ કરી ફલાઇટમાં મુસાફરી
મુંબઈ: કોરોનાના વળતા પાણી છે અને દેશમાં હવે કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે ડોમેસ્ટિક ક્ષેત્રે ફલાઇટમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં પ્રી કોવિડના સમયગાળા કરતા પણ નોંધપાત્ર સંખ્યમાં લોકોએ મુસાફરી કરી છે.
એપ્રિલમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૭ ટકા વધારો થયો છે.
World Health Organization (Who)એ પણ કોરોનાં મહામારીના વળતા પાણી થયા હોવાના અહેવાલ પછી અવિયેશન ઇન્ડસ્ટ્રીમાંથી રાહતના સમાચાર આવ્યા છે. કોવિડ મહામારી જારી કર્યા પૂર્વે ૨૦૧૯માં ડોમેસ્ટિક ક્ષેત્રે ૧.૧ કરોડ લોકોએ ફલાઇટમાં મુસાફરી કરી હતી.
જોકે એપ્રિલ ૨૦૨૨માં ૧.૦૫ કરોડ લોકોએ ફલાઇટમાં મુસાફરી કરી હતી, જેમાં આ વર્ષે એની તુલનમાં ૧.૩ કરોડ લોકોએ ફલાઇટમાં મુસાફરી કરી, જે આ સેક્ટર માટે રાહતના સમાચાર છે.
અવિયેશન ક્ષેત્રની અગ્રણી સંસ્થાએ એના અહેવાલમાં જણાવાયું હતું કે ૨૦૨૨ની તુલનામાં વર્ષ ૨૦૨૩માં એરલાઇન્સ કેપેસિટી ડિપ્લોયમેન્ટમાં વૃદ્ધિ થઈ છે, જ્યારે પેસેન્જર ટ્રાફીકમાં પણ ઉતરોતર વધારો થયો છે.
અલબત્ત, ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફીકમાં ૧૭ ટકાનો નોંધપાત્ર વધારો થતાં લગભગ ૧.૩ કરોડ જેટલાએ પ્રવાસ કર્યો હતો, જ્યારે પ્રિ કોવિડ સમયમાં એની સંખ્યા ૧.૧ કરોડ હતી, તેથી ઇન્ડસ્ટ્રીમાં પેસેન્જર ટ્રાફીક વધ્યો હોવા છતાં હાલના પડકારો અકબંધ છે. લો કોસ્ટ ફ્લાઇટ ઓપરેટર જેમ કે ગો ફર્સ્ટ અને spice જેટ જેવી કંપની નાણાકીય ભીડમાં હોવાને કારણે અન્ય કંપનીને ડોમેસ્ટિક ક્ષેત્રે બિઝનેસ કરવામાં ઓવર પેસેન્જર ટ્રાફીક મળે છે, જેનો લાભ ઓપરેટરને થાય છે, પણ નુકસાન પ્રવાસીઓને થાય છે. સીધું ભારણ પ્રવાસીઓના ખિસ્સા પર પડે છે, તેથી નિયામકે પણ આ મુશ્કેલીનું નિરાકરણ લાવવું જોઈએ, એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.