Homeટોપ ન્યૂઝતો 2024માં મોદીને હરાવવા અશક્ય....

તો 2024માં મોદીને હરાવવા અશક્ય….

તાજેતરમાં કૉંગ્રેસ પાર્ટીના 85મા અધિવેશનમાં મહાગઠબંધન બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શું વિરોધ પક્ષો મહાગઠબંધન રચીને પણ ભાજપને પછાડી શકશે? રાજકીય નિષ્ણાતોની વાત માનીએ તો એમ લાગે છે કે 2024માં ભાજપને હરાવવું અશક્ય છે. એના કેટલાક કારણો પણ છે. ભારતની રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં ઘણો ફેરફાર થયો છે અને ભાજપ એમાં ઘણો આગળ નીકળી ગયો છે. તેનો જનાધાર પણ ઘણો વધી ગયો છે અને તેનો દબદબો પણ વધારે છે. 1989થી 2014 દરમિયાન ભારતીય રાજનીતિમાં ગઠબંધનનો તબક્કો આવ્યો હતો. એ સમયે ભાજપે શાંતિથી પોતાનો જનઆધાર વધાર્યો. હિંદુત્વ અને રાષ્ટ્રવાદના સૂત્ર પર તેણે મજબૂત વોટબેન્ક બનાવી લીધી. 2019માં મજબૂત વિરોધી ગઠબંધન હોવા છતાં પણ ભાજપે ઝળહળતી જીત મેળવી હતી, એ તેનો બોલતો પુરાવો છે. યુપીમાં બસપા અને સપા, કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસ, ઝારખંડમાં કૉંગ્રેસ અને જેએમએમ, જેવીએમ ભાજપને હરાવવા સાથે આવ્યા હતા , તેમ છતાં ભાજપે બધાને માત આપી હતી. ભાજપ વિરોધી મહાગઠબંધન પેપર પર તો ઘણું મજબૂત લાગે છે, પણ આ મહાગઠબંધન પોતાના માટે જ ઘાતક સાબિત થઇ શકે છે. જનતાને ખયાલ આવી ગયો છે કે તમામ તકવાદી પક્ષો પોતાનું હિત સાધવા ભેગા થયા છે. જનતા જનાર્દનની પરવા કોઇ કરવાનું નથી. ગઠબંધન પાસે કોઇ વિઝન જ નથી. આવા સંજોગોમાં ગમે તેવું મહાગઠબંધન પણ પડી ભાંગી શકે છે. આ ઉપરાંત મોદીની પોતાની પણ વોટબેન્ક છે. લોકો મોદીના નામ પર વોટ આપે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં લગભગ એક તૃતીયાંશ લોકોએ જણાવ્યું હતું કે જો મોદી પીએમનો ચહેરો ના હોત તો તેમણે ભાજપને મત ના આપ્યો હોત. 2004ની ચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી અને કૉંગ્રેસ સત્તા પર આવી હતી. એ સમયે અટલ-અડવાણીની જોડી હતી. હવે મોદી-શાહની જોડી છે. વિપક્ષને તેમની ભાષામાં જ જવાબ આપનાર મોદી-શાહને 2024ની ચૂંટણીમાં હરાવવા લગભગ અશક્ય જ છે એવું રાજકીય વિષ્લેષકો માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -