બાળપણમાં આપણે બધા જ લપ્પા છુપ્પી કે હાઈડ એન્ડ સીક રમ્યા હોઈશું બરાબર ને, પણ હાલમાં જ એક બાળક આ રમત રમતાં રમતાં બીજા દેશ પહોંચી ગયો હતો અને છ દિવસ બાદ તેની ભાળ મળી હતી.
15 વર્ષીય ફહીર પોતાના મિત્રો સાથે બાંગ્લાદેશના ચટગાંવના પોર્ટ વિસ્તારમાં હાઈડ એન્ડ સીક રમી રહ્યો હતો. દરમિયાન ફહીમે પોતાની જાતને એક શિપિંગ કન્ટેનરમાં છુપાવી દીધો હતો અને તે થાકીને ત્યાં જ સુઈ ગયો હતો, જ્યારે ફહીમ ઉઠ્યો ત્યારે તે મલયેશિયા પહોંચી ગયો હતો. આ ઘટનાની જાણ ના તો ફહીમના માતા-પિતાને થઈ કે ના તો બંદર પર કામ કરી રહેલા કર્મચારીઓને ખબર પડી.
જ્યારે મલયેશિયાના પોર્ટ પર કન્ટેનબર ખોલવામાં આવ્યું તો અધિકારી ઓ તોંરી ઉઠ્યા કારણ કે કન્ટેનરમાંથી એક બાળક મળી આવ્યું હતું. અધિકારીઓએ જ્યારે ફહીમની પુછપરછ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે તે બાંગ્લાદેશથી છે. બાદમાં અધિકારીઓએ ચટગાંવ પોર્ટ પરના અધિકારીઓને આ વાતની માહિતી આપી હતી. 11મી જાન્યુઆરીએ ગુમ થયેલાં ફહીમની ભાળ 17મી જાન્યુઆરીના મળી હતી.
આ બાબતે મલયેશિયાના ગૃહ પ્રધાન દાતુક સેરી સૈફુદીન નસ્યુશન ઈસ્માઈલે જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે છોકરો રમત રમતમાં કન્ટેનરમાં ઘૂસી ગયો હતો અને ત્યાં તે સૂઈ ગયો હતો અને મલયેશિયા પહોંચી ગયો હતો. અઠવાડિયાથી ભૂખ્યા તરસ્યા હોવાને કારણે ફહીમને નબળાઈ આવી ગઈ છે અને તેને તાવ પણ આવી ગયો હતો.
શરુઆતમાં પોલીસને હ્યુમન ટ્રાફિકિંગની ગંધ આવી હતી, પરંતુ જ્યારે બાંગ્લાદેશી ઓથોરિટી સાથે વાત-ચીત કરી ત્યારે સચ્ચાઈ સામે આવી હતી. જોકે, આ પહેલી વખત નથી થયું. આ પહેલાં પણ મલેશિયાની પોલીસે કન્ટેનરમાંથી 15 વર્ષના એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.