સોશિયલ મીડિયા પર એક યા બીજા વીડિયો સતત વાયરલ થતા રહે છે. આ વીડિયો ક્યારેક ડરામણા હોય છે તો ક્યારેક ફની હોય છે, પરંતુ એેક બાળકનો વીડિયો જે આજકાલ વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ જ અલગ છે. કહેવાય છે કે માતા અને બાળકોનો સંબંધ ખૂબ જ સુંદર હોય છે. બંને વચ્ચે હંમેશા અતૂટ સંબંધ રહે છે. માતા તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે, જ્યારે બાળકો પણ તેમની માતાને પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પર દરરોજ માતા સાથે જોડાયેલા હજારો વીડિયો વાયરલ થાય છે. હાલમાં જ એક ખૂબ જ ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક તેની માતાને મદદ કરી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળક ખૂબ નાનું છે, પણ તે હોશિયારીથી વર્તે છે.આ નાનકડા બાળકની સમજ અને હિંમતના જેટલા પણ વખાણ કરીએ તે ઓછા છે.