અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની દરમિયાન અત્યંત શરમજનક હરકતનો એક વીડિયો સામે આવ્યો છે. સ્ટેડીયમમાં હાજર કેટલાક દર્શકોએ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ લઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાની ભારે નિંદા કરી રહ્યા છે.
આ ઘટના અમદાવાદ ટેસ્ટ મેચની શરૂઆત પહેલાની હોવાનું કહેવાય છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ બાઉન્ડ્રીની નજીક ઉભા જોવા મળે છે. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકો સૂર્યકુમાર યાદવનું નામ બોલાવે છે, ત્યારબાદ મોહમ્મદ શમીને જોતા જ તેઓ જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. વિડીયોમાં એક દર્શકને ‘શમી કો જય શ્રી રામ’ કહેતો પણ સાંભળવા મળે છે.
Shami Ko Jai Shree Ram 🚩 pic.twitter.com/rwVg1yMEaz
— Gems of Shorts (@Warlock_Shabby) March 9, 2023
“>
સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્રિકેટ ચાહકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આ મામલે પગલાં લેવા અપીલ કરી રહ્યા છે.
મોહમ્મદ શમી સાથે આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ, જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે એકતરફી 10 વિકેટથી હારી ગઈ હતી, ત્યારે સોશિયલ મીડિયા પર એક ખાસ ધર્મ વિશેષના યૂઝર્સે શમીને આ હાર માટે દોષી ઠેરવ્યો હતો. પાકિસ્તાન સામે હારનો સમગ્ર દોષ શમી પર ઢોળવામાં આવ્યો હતો. આ પછી સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજો શમીના સમર્થનમાં સામે આવ્યા હતા.