રોક ‘એન’ રોલ લિજેન્ડ એલ્વિસ પ્રેસ્લીની એકમાત્ર પુત્રી લિસા મેરી પ્રેસ્લીનું લોસ એન્જલસમાં તેના ઘરમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. તેની ઉંમર 54 વર્ષની હતી.
લિસાનો જન્મ 1968 માં થયો હતો અને તે મેમ્ફિસમાં તેના પિતાની ગ્રેસલેન્ડ હવેલીની માલિક હતી. એલ્વિસ 1977 માં ગ્રેસલેન્ડ ખાતે મૃત્યુ પામ્યા ત્યારે તેણી નવ વર્ષની હતી.
લિસાએ ચાર વખત લગ્ન કર્યા હતા. 994માં, તેના પહેલા પતિ, સંગીતકાર ડેની કેફથી છૂટાછેડા લીધાના માત્ર 20 દિવસ પછી તેણે પોપ સ્ટાર માઇકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા. જોકે, 1996માં તેણે માઇકલ જેક્સન સાથે ડિવોર્સ લીધા હતા, કારણ કે તે સમયે કારણ કે જેક્સન બાળકની છેડતીના આરોપો સામે લડી રહ્યો હતો. ત્યાર બાદ લિસા પ્રેસ્લીએ 2002માં અભિનેતા નિકોલસ કેજ સાથે લગ્ન કર્યા, જે તેના પિતાના પ્રચંડ ચાહક હતા. ચાર મહિના પછી કેજે છૂટાછેડા માટે અરજી કરી હતી. તેના ચોથા લગ્ન તેના ગિટારવાદક અને સંગીત નિર્માતા માઈકલ લોકવુડ સાથે થયા હતા. તેમના છૂટાછેડા 2021 માં ફાઇનલ થયા હતા. તેને ચાર બાળકો હતા. તેના એકમાત્ર પુત્ર, બેન્જામિન કેફનું 2020 માં 27 વર્ષની વયે અવસાન થયું. તેની પુત્રી રિલે કેફ (33) એક અભિનેત્રી છે. તેની અન્ય બે પુત્રીઓ જોડિયા હાર્પર અને ફિનલે લોકવુડ, 14 છે.
ટોમ હેન્ક્સની પત્ની રીટા વિલ્સન, જ્હોન ટ્રાવોલ્ટા, અભિનેત્રી જેનિફર ટિલી જેવા હોલીવૂડ દિગ્ગજોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.