Homeવેપાર વાણિજ્યચાંદીમાં ૨૫૧૦નો જોરદાર ઉછાળો, સોનાએ ૫૭૬૦૦ની સપાટી વટાવી

ચાંદીમાં ૨૫૧૦નો જોરદાર ઉછાળો, સોનાએ ૫૭૬૦૦ની સપાટી વટાવી

મુંબઇ: ઝવેરી બજારમાં જોરદાર તેજીનો રંગ જોવા મળ્યો છે. હાજર ચાંદીમાં ૨૫૧૦નો જોરદાર ઉછાળો નોંધાયો છે, જ્યારે સોનાએ ૫૭૬૦૦ની સપાટી વટાવી નાંખી છે. જોકે, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે ૨૬ પૈસા નબળો પડયો હતો. અમેરિકામાં સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક બાદ અન્ય બેન્કો ફડચામાં જઇ રહી હોવાના અહેવાલો બાદ ફેડરલ રિઝર્વ વ્યાજદરપના વધારા બાબતે હળવું વલણ અપનાવશે એવી આશા વચ્ચે વૈશ્ર્વિક બુલિયન બજારમાં તેજીવનો પવન ફૂંકાયો હતો અને ગોલ્ડ ૧૯૦૦ ડોલર પાર કરી ગયું હતું. જ્યારે આંતરબેન્કિંગ વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલરની મજબૂતી અને સ્થાનિક ઇક્વિટી બજારમાંથી વિદેશી સંસ્થાઓની વેચવાલીને કારણે અમેરિકન ચલણ સામે રૂપિયો ૨૬ નબળો પડીને ૮૨.૪૯ બોલાયો હતો.
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્ર્વ બજારના સેન્ટિમેન્ટ પર અસરકર્તા સમાચાર સાથે ભાવમાં સુધારા વચ્ચે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ડોલર સામે ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાથી દેશના ઝવેરી બજારોમાં તેજીનો પવન સતત ફૂંકાતો જોવા મળ્યો હતો.
હાજર ચાંદી રૂ. ૬૩,૬૬૬ના પાછલા બંધ સામે એક કિલોદીઠ રૂ. ૨૫૧૦ના ઉછાળા સાથે રૂ. ૬૬,૧૭૬ની સપાટીએ પહોંચી છે, જ્યારે ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૬૯૬૮ના પાછલા બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩૭ના ઉછાળા સાથે રૂ. ૫૭,૬૦૫ની સપાટીએ પહોંચ્યું હતું. એ જ રીતે, ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૬,૭૪૦ના પાછલા બંધ સામે ૫૭,૫૪૧ની સપાટીએ ખૂલ્યા બાદ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩૪ના ઉછાળા સાથે રૂ. ૫૭૩૭૪ની સપાટીએ પહોંચ્યા હતા.
વિશ્ર્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૬૮થી ૧૮૬૯ પ્રતિ ડોલરવાળા વધી ૧૯૦૦ પાર કરી ઉંચામાં ભાવ ૧૯૦૨થી ૧૯૦૯ ડોલર સુધી પહોંચ્યા હોવાના અહેવાલ હતા. સોના પાછળ વૈશ્ર્વિક ચાંદીના ભાવ ઔશના ૨૦.૫૩થી ૨૦.૫૪ વાળા વધી ૨૧.૬૧ થઈ ૨૧.૩૯થી ૨૧.૪૦ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ. ૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ. ૫૮૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ. ૫૮૫૦૦ રહ્યા હોવાના અહેવાલ હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ. ૧૦૦૦ વધી રૂ. ૬૪૫૦૦ બોલાયા હતા. વિશ્ર્વ બજારના નિર્દેશો મુજબ અમેરિકામાં બેન્કીંગ કટોકટી વચ્ચે ત્યાં હવે વ્યાજ દર વૃદ્ધીને બ્રેક વાગવાની શક્યતા સર્જાતાં વૈશ્ર્વિક ડોલર ઈન્ડેક્સ નીચો ઉતર્યો હતો સામે સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતા. વૈશ્ર્વિક શેરબજારો તૂટતાં ત્યાંથી ફંડ સોના તરફ વળવાની પણ ચર્ચા હતી. દરમિયાન, વિશ્ર્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૬૪થી ૯૬૫ વાળા વધી ૯૯૨થી ૯૮૮થી ૯૮૯ ડોલર રહ્યા હતા, પેલેડીયમના ભાવ ઔંશના ૧૩૮૩થી ૧૩૮૪ વાળા વધી ૧૪૩૦ થઈ ૧૩૯૭થી ૧૩૯૮ ડોલર બોલાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -