Homeદેશ વિદેશચાંદીએ એક કિલોદીઠ ₹ ૧૧૦૯ના ઉછાળા સાથે ₹ ૬૧,૫૦૦ની સપાટી વટાવી

ચાંદીએ એક કિલોદીઠ ₹ ૧૧૦૯ના ઉછાળા સાથે ₹ ૬૧,૫૦૦ની સપાટી વટાવી

ડોલર સામે રૂપિયો ૧૨પૈસા ઉછળ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ડોલરની નબળાઇ સાથે ઇક્વિટી બજારમાં આવેલી રીલીફ રેલી વચ્ચે ફોરેક્સ માર્કેટમાં ભારતીય ચલણનું ધોવાણ સહેજ અટકયું હતું અને સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૧૨ પૈસાના સુધારા સાથે ૮૧.૬૭ બોલાયો હતો. રૂપિયાની મજબૂતી અને વૈશ્ર્વિક બુલિયનના ભાવના ઘટાડા સાથે સ્થાનિક સ્તરે સોનાચાંદીમાં સુધારો જોવા મળશે.
આંતરરાષ્ટ્રી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં સુધારા પાછળ પાછળ સ્થાનિક બજારમાં પણ બંને ધાતુંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર ઇન્ડેક્સ નબળો બનવાને કારણે કોમેક્સ ગોલ્ડમાં સુધારો જોવા મળ્યો હતો.
ચાંદીએ એક કિલોદીઠ રૂ. ૧૧૦૯ના ઉછાળા સાથે રૂ. ૬૧,૫૦૦ની સપાટી વટાવી હતી. સ્થાનિક બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું દસ ગ્રામદીઠ રૂ. ૫૨,૪૦૬ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૪૬૫ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૧૯૬ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૨૫૫ની સપાટીએ ખૂલ્યું હતું. સત્રને અંતે શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. ૧૦૭ના સુધારા સાથે રૂ. ૫૨,૫૧૩ની સપાટીએ અને સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૧૦૭ના ઘટાડા સાથે રૂ. ૫૨,૩૦૩ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૬૦,૪૪૨ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૬૧,૨૯૧ની સપાટીએ ખૂલી હતી. સત્રને અંતે ચાંદીએ કિલોદીઠ રૂ. ૧૧૦૯ના ઘટાડા સાથે રૂ. ૬૧,૫૫૧ની સપાટીએ સ્થિર થઇ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચર ૧૭૪૧.૯૫ ડોલર પ્રતિઔંસની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. આ જ રીતે ગ્લોબલ માર્કેટમા સિલ્વર ફ્યુચર્સમાં ચાંદીનો ભાવ ૨૧.૦૫ ડોલર પ્રતિઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. દિલ્હીના સર્રાફા બજારમાં સોનું દસ ગ્રામે રૂ. ૩૦ના ઘટાડા સાથે રૂ. ૫૨,૭૩૧ અને ચાંદી એકકિલો દીઠ રૂ. ૮૫૬ના ઘટાડા સાથે રૂ. ૬૧,૫૧૮ બોલાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -