Homeદેશ વિદેશચાંદીમાં ₹ ૧૦૦૯ની તેજી, શુદ્ધ સોનું ₹ ૩૮૦ના બાઉન્સબૅક સાથે ₹ ૫૭,૦૦૦ની...

ચાંદીમાં ₹ ૧૦૦૯ની તેજી, શુદ્ધ સોનું ₹ ૩૮૦ના બાઉન્સબૅક સાથે ₹ ૫૭,૦૦૦ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવ વધીને ગત એપ્રિલ, ૨૦૨૨ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં ભાવ વધ્યા મથાળેથી સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા. જોકે, ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૯થી ૩૮૦નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને શુદ્ધ સોનાના ભાવ રૂ. ૫૭,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૭ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાથી વિશ્ર્વ બજારની તુલનામાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તે જ પ્રમાણે આજે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦૯ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦૯ના ઉછાળા સાથે ફરી રૂ. ૬૮,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૮,૪૫૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૯ વધીને રૂ. ૫૬,૮૨૨ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૮૦ વધીને રૂ. ૫૭,૦૫૦ના મથાળે રહ્યા હતા. જોેકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે અમેરિકામાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ મંદ પાડે તેવી શક્યતા પ્રબળ બનતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને એક તબક્કે એપ્રિલ,૨૦૨૨ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૯૩૧.૫૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૧૯૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ વર્ષે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા છે, પરંતુ તેના માટે અમેરિકી ફેડરલ રિઝર્વ આક્રમક નાણાનીતિથી વિમુખ થઈને હળવી નાણાનીતિ અપનાવે તે આવશ્યક છે, એમ આઈજી માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવતા ઉમેર્યું હતું કે નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી
હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -