(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજાર પાછળ સોનાચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીમાં રૂ. ૨૧૩૧ની છલાંગ જોવા મળી હતી જ્યારે સોનું રૂ. ૯૭૨ ઉછળી રૂ. ૬૦,૦૦૦ તરફ આગળ વધ્યું હતું. ફોરેક્સ માર્કેટમાં કોર્પોરેટ્સની ડોલરની ડીમાન્ડ અને વિદેશી ફંડોના આઉટફ્લોને કારણે ડોલર સામે ભારતીય ચણ ૪૦ પૈસાના ઘટાડા સાથે રૂ. ૮૨.૨૦ના સ્તરે પહોંચ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઔંશદીઠ ૧૯૫૬ ડોલર અને સિલ્વર વાયદો ૨૪.૧૫ ડોલર બાલાતો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવિશ સ્ટાન્સના સંકેત પછી કોમેક્સ ખાતે ગોલ્ડમાં સર્વોચ્ચ સ્તર જોવા મળ્યું હતું. ફેડરલે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો સાધારણ વધારો કયો૪ છે.
હવે ટ્રેડર્સની નજર યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના નિર્ણય પર છે.
સ્તાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૫૭૯૧૦ના પાછલા બંધ સામે રૂ. ૫૮૬૮૯ની સપાટીએ ખૂલીને રૂ. ૯૭૨ના વધારા સાથે રૂ. ૫૮,૮૮૨ બોલાયું હતું. ૯૯૫ ટચના સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૫૭,૬૭૮ના પાછલા બંધ સામે રૂ. ૫૮,૪૫૪ની સપાટીએ ખૂલીને રૂ. ૯૬૮ના વધારા સાથે રૂ. ૫૮,૬૪૬ બોલાયું હતું. એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદીનો ભાવ એક કિલોદીઠ રૂ. ૬૯,૪૪૫ના પાછલા બંધ ભાવ સામે રૂ. ૭૧,૨૫૦ની સપાટીએ ખૂલીને રૂ. ૨૧૩૧ના તોતિંગ ઉછાળા સાથે રૂ. ૭૧૫૭૬ની સપાટીએ બંધ રહી હતી. દિલ્હીમાં સોનું રૂ. ૭૭૦ અને ચાંદી રૂ. ૧૪૯૧ ઉછળી હતી.