(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઝવેરી બજારમાં ગુરુવારે ચમકારો જોવા મળ્યો હતો. સોના અને ચાંદી બંને કિમતી ધાતુના ભાવમાં સુધારો હતો. ચાંદીએ સતત આગેકૂચ જાળવતા કિલોદીઠ રૂ. ૬૨,૨૫૦ની સપાટી વટાવી નાંખી હતી. વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૩૦ પૈસા ઉછળીને ૮૧.૬૩ બોલાયો હતો. આ સત્રમાં સ્થાનિક બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું દસ ગ્રામદીઠ રૂ. ૫૨,૪૧૮ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૭૨૯ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૨૦૮ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૫૦૨ની સપાટીએ ખૂલ્યું હતું.
સત્રને અંતે શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. ૨૯૫ના ઉછાળા સાથે રૂ. ૫૨,૭૧૩ની સપાટીએ અને સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૨૯૪ના ઉછાળા સાથે રૂ. ૫૨,૫૦૨ની સપાટીએ સ્થિર થયું હતું. ૮૧.૬૩ ૩૦ એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૬૧,૭૦૦ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૬૨,૩૭૯ની ઊંચી સપાટીએ ખૂલી હતી. સટ્ટાકીય લેવાલીનો ટેકો જળવાતાં સત્રને અંતે ચાંદી કિલોદીઠ રૂ. ૫૬૬ના સુધારા સાથે રૂ. ૬૨,૨૬૬ની સપાટીએ સ્થિર થઇ હતી. ઉ