Homeદેશ વિદેશચાંદીમાં વધઘટે આગેકૂચ જળવાઇ, સોનું ઝાંખુ પડ્યું

ચાંદીમાં વધઘટે આગેકૂચ જળવાઇ, સોનું ઝાંખુ પડ્યું

મુંબઇ: આંતરરાષ્ટ્રી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નિરસ હવામાન પાછળ સ્થાનિક બજારમાં પણ નિસ્તેજ વાતાવરણ જોવા મળ્યું હતું. હેજ ફંડો નવા ખેલા ગોઠવવા પહેલા અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સની રાહ જોવા માગતા હોય અને તેને આધારે આગામી નિર્ણય લેવા માગતા હોય એવો તાલ હતો.
કોમેક્સ ગોલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો. એ નોંધવું રહ્યું કે હજું પાછલા સત્રમાં ઝવેરી બજારકર ખાતે ચાંદીએ એક કિલોદીઠ રૂ. ૧૧૦૯ના ઉછાળા સાથે રૂ. ૬૧,૫૦૦ની સપાટી વટાવી હતી.
આ સત્રમાં સ્થાનિક બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું દસ ગ્રામદીઠ રૂ. ૫૨,૫૧૩ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૩૫૦ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૩૦૩ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૧૪૦ની સપાટીએ ખૂલ્યું હતું. સત્રને અંતે શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. ૯૫ના ઘટાડા સાથે રૂ. ૫૨,૪૧૮ની સપાટીએ અને સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૯૫ના ઘટાડા સાથે રૂ. ૫૨,૨૦૮ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૬૧,૫૫૧ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૬૧,૨૪૩ની નીચી સપાટીએ ખૂલી હતી. જોકે, પાછળથી સટ્ટાકીય લેવાલીનો ટેકો મળતા સત્રને અંતે ચાંદી કિલોદીઠ રૂ. ૧૪૯ના સુધારા સાથે રૂ. ૬૧,૭૦૦ની સપાટીએ સ્થિર થઇ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચર ૧૭૪૫ ડોલર પ્રતિઔંસની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. આ જ રીતે ગ્લોબલ માર્કેટમા સિલ્વર ફ્યુચર્સમાં ચાંદીનો ભાવ ૨૧.૨૭ ડોલર પ્રતિઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. દિલ્હીના સર્રાફા બજારમાં સોનું દસ ગ્રામે રૂ. ૪૦ના ઘટાડા સાથે રૂ. ૫૨,૭૯૭ના સ્તરે પહોંચ્યું હતું. જોકે, ચાંદી એક કિલો દીઠ રૂ. ૧૧૦ના સુધારા સાથે રૂ. ૬૨,૦૫૬ બોલાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -