બોલીવૂડનું નવું નવું પરણેલું કપલ એટલે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં પોતાની મેરિડ લાઈફને એન્જોય કરી રહ્યા છે. કપલ કોઈને કોઈ ઈવેન્ટ કે પછી એરપોર્ટ પર સાથે જોવા મળે છે અને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નેટિઝન્સે એવું કંઈક નોટિસ કરી લીધું કે જેને કારણે આ કપલ ટ્રોલ થઈ રહ્યું છે.
View this post on Instagram
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની કારમાંથી ઉતરીને એરપોર્ટના ગેટ તરફ આગળ વધે છે. કેઝ્યુઅલ લૂકમાં સિદ્ધાર્થે એક બેગ પણ કેરી કરી છે. એરપોર્ટ પર એન્ટર કરતાં પહેલાં સિડ પેપેરાઝીને પોઝ આપીને ફોટો પણ ક્લિક કરાવે છે અને જેવો એ પાછો ફરે છે ત્યારે તેની પેન્ટ પર ટેગ દેખાય છે. આ ટેગ જોઈને યુઝર્સ સિડની મજાક ઉડાડી રહ્યા છે.
એક યુઝરે સિડને તો એવું પણ કહી દીધું કે લગ્ન પછી આવું જ થાય છે તો બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ભાઈ કિયારા જેવી પત્ની હોય તો હું બધું જ ભૂલી જાઉં…
અત્રે ઉલ્લેખનીય છે સાતમી ફેબ્રુઆરીના જ સિડ અને કિયારાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. આ લગ્નમાં પરિવારના લોકો સિવાય બોલીવૂડના અન્ય સિતારાઓએ પણ હાજરી પૂરાવી હતી. લગ્ન બાદ સિડ અને કિયારાએ પોતાના મિત્રો માટે મુંબઈ અને દિલ્હીમાં એક રિસેપ્શન પાર્ટી પણ હોસ્ટ કરી હતી.