જેસલમેરઃ ત્રણ વર્ષ સુધી ડેટિંગ, રોમાન્સ અને હરવાફરવાથી લઈને એકબીજાના પ્રેમમાં રમમાણ રહેનારા બોલીવૂડના જાણીતા સ્ટાર કપલ ‘શેરશાહે’ આજે સત્તાવાર રીતે બેન્ડ બાજા બારાત અને હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્નબંધનમાં બંધાયા હતા.
દિલ્હીથી ખાસ કરીને જાણીતા ‘જીયા’ બેન્ડને લાવવામાં આવ્યું હતું, જ્યારે સિદ્ધાર્થે પરંપરાગત રીતે ઘોડી પર આવીને રોયલ એન્ટ્રી કરી હતી. જેસલમેરના સૂર્યગઢ પેલેસ ખાતેના લગ્નસમારંભ વખતે વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘સાજન જી ઘર આયે’ ગીત પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મંગળવારે રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના ફેરા ફર્યા હતા, જ્યાં બંનેના પરિવારની સાથે સાથે બોલીવૂડની ઈન્ડસ્ટ્રીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ સત્તાવાર રીતે એકબીજાના બન્યા છે અને તેમને સાતમી ફેબ્રુઆરીના સાત ફેરા ફર્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રાએ ક્રીમ કલરની શેરવાની પહેરી હતી, જ્યારે કિયારા અડવાણીએ સિલ્વર અને પિંક કલર લેંઘો પહેર્યો હતો.
Official : #KiaraAdvani Wedding Video.. Stunning Bride 🥰#SidharthMalhotra #SidharthKiaraWedding #KiaraSidharthwedding pic.twitter.com/xIxi8LCtjB
— Vishwajit Patil (@_VishwajitPatil) February 7, 2023
અહીંના લગ્નસમારંભમાં વિક્કી-કૌશલ-કેટરીના કૈફ, રણવીર-આલિયા અને કેએલ રાહુલ-અથિયા વગેરે કપલના માફક સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ અને કિયારાની રોકા અને ચૂડા સેરેમની છઠ્ઠી ફેબ્રુઆરીના સંગીતની રાત પહેલા થઈ હતી. બંનેએ ડ્રેસિંગમાં પણ મેચિંગ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. રોકા બંને પરિવારને એક થયા હોવાનું માનવામાં આવે છે. આ સેરેમનીમાં સિદ્ધાર્થ અને કિયારાના માતાપિતા ઉપસ્થિત રહીને આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. સંગીતની રાતે સૂર્યગઢ પેલેસને ગુલાબી રંગની રોશનીથી સજાવવામાં આવ્યો હતો.
જાણીતી હિન્દી ‘શેરશાહ’ ફિલ્મની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીથી ચાહકોના દિલ જીતી લેનારા બોલીવૂડનું આ દંપતી પણ રિયલ લાઈફમાં મંગળવારે એકબીજાના બની ગયા છે. બંને ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીકમાં આવ્યા હતા ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા પછી ક્યારેય બંનેએ પ્રેમ સંબંધને નકાર્યો નહોતો કે અફવા પણ ગણાવી નોહતી. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નસમારંભમાં હજાર રહેનારા બોલીવૂડના અભિનેતા-અભિનેત્રીમાં સોનાક્ષી સિંહા, ફિલ્મ પ્રોડ્યુસર આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી હાજર રહ્યા હતા. આ ઉપરાંત, કરણ જૌહર, શાહિદ કપૂર-મીરા કપૂર, જુહી ચાવલા અને તેના પતિ સિવાય ઈશા અંબાણી પણ હાજર રહ્યા હતા. કહેવાય છે કે સંગીત વખતે સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાની તબિયત બગડી હતી અને તેમને ડોક્ટરને પણ બતાવવું પડ્યું હતું.