લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. બોલિવૂડનું આ સુંદર કપલ આ દિવસોમાં મીડિયાની પહેલી પસંદ બની ગયું છે. બંનેને એકસાથે ઝડપી લેવાની એકપણ તક મીડિયા છોડતું નથી. લગ્ન પછી કિયારા અને સિદ્ધાર્થ પોતપોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરવામાં વ્યસ્ત છે. હાલમાં લાંબા સમય પછી આ જોડી એરપોર્ટ પર સાથે જોવા મળી હતી.
વીડિયોમાં સિદ્ધાર્થ મેચિંગ ટી-શર્ટ અને ડેનિમ જેકેટ સાથે સફેદ જોગર્સ પહેરેલો જોવા મળે છે. તે તેના કેઝ્યુઅલ અવતારમાં એકદમ ડેશીંગ દેખાતો હતો. બીજી તરફ તેની સુંદર પત્ની કિયારાએ ક્રોપ્ડ જેકેટ અને સફેદ જોગર્સ સાથે સફેદ ટેન્ક ટોપ પહેર્યું હતું. બંને જણા એરપોર્ટના ગેટ પર સુંદર સ્મિત રેલાવી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. ઉપસ્થિત લોકો તેમને ભૈયા-ભાભી કહીને બોલાવવા લાગ્યા ત્યારે બંને સહેજ શરમાઇને વાતોમાં પોરવાઇ ગયા હતા.
Full Video: @SidMalhotra and @advani_kiara clicked at Mumbai airport today as they leave for holidays 😍💞 #SidharthMalhotra #KiaraAdvani #SidKiara pic.twitter.com/o8PZBHh4qc
— Sidharth Malhotra FC (@SidharthFC_) May 12, 2023
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ લોકોએ આ ક્યુટ કપલને વધાવી લીધું હતું. લોકોની હાર્ટ ઇમોજી અને પ્રશંસાથી ભરેલી કમેન્ટ જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી ટૂંક સમયમાં કાર્તિક આર્યન સાથે ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. તેણે તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું અને તેના ચાહકોને સોશિયલ મીડિયા પર તેના વિશે અપડેટ કર્યું.
આ સિવાય તેની પાસે પાઇપલાઇનમાં રામ ચરણ સાથે ‘ગેમ ચેન્જર’ પણ છે. બીજી તરફ, સિદ્ધાર્થ મલ્હોત્રા ‘યોદ્ધા’માં દિશા પટણી અને રાશિ ખન્ના સાથે જોવા મળશે. તે ટૂંક સમયમાં શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય સાથે રોહિત શેટ્ટીની શ્રેણી ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં પણ જોવા મળશે. આ સિરીઝથી તે ઓટીટીમાં પણ ડેબ્યુ કરશે.