Homeટોપ ન્યૂઝતેરી ઝલક....: તમે લગ્ન બાદ સિદ્ધાર્થ-કિયારાની પહેલી ઝલક જોઈ?

તેરી ઝલક….: તમે લગ્ન બાદ સિદ્ધાર્થ-કિયારાની પહેલી ઝલક જોઈ?

ફેન્સ લાંબા સમયથી જે લગ્નની રાહ જોઈ રહ્યા હતા એ લગ્ન આખરે ગઈકાલે સંપન્ન થયા અને આજે નવું નવું પરણેલું કપલ એરપોર્ટ પર કચકડે કંડારાઈ ગયું હતું. જી હા, અહીં વાત થઈ રહી છે સિદ્ધાર્થ અને કિયારાની. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચા ખાસા સમયથી બી-ટાઉનમાં થઈ રહી હતી.


આખરે એ ઘડી આવી પણ ગઈ. ગઈકાલે રાજસ્થાનના જૈસલમેરમાં બંનેએ સાત ફેરા લીધા અને આજે લગ્ન બાદ કિયારા અને સિદ્ધાર્થની પહેલી ઝલક પેપરાઝીઓને મળી. જૈસલમેર એરપોર્ટથી દિલ્હી માટે રવાના થતી વખતે બંને જણ એરપોર્ટ પર સ્પોટ થયા હતા અને એ સમયની તેમની તસવીરો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે.
લગ્ન બાદ બંનેનું આ પહેલું પબ્લિક અપિયરન્સ હતું. ફેન્સ ગઈકાલથી જ એમના પબ્લિક અપિયરન્સની રાહ જોઈ રહ્યા હતા. કિયારા એરપોર્ટ પર ખૂબ જ સાદા અને સિમ્પલ લૂકમાં જોવા મળી હતી. દર વખતની જેમ કિયારા સિમ્પલ લૂકમાં જોવા મળી હતી. પરંતુ આજે તેમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો અને એ ફેરફાર એટલે સેંથીમાં સિંદુર અને હાથમાં લાલ ચૂડો. કિયારાએ બ્લેક ઓલ બ્લેક લૂકને ફોલો કર્યું હતું.
ગોગલ્સ અને પ્રિન્ટેડ શાલ પહેરેલી કિયારાના આ લૂક પરથી લોકો નજર જ હટાવી નહોતા શક્યા. વાત કરીએ વરરાજાની તો સિદ્ધાર્થ લેધર જેકેટમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો હંમેશાની જેમ જ. બંનેએ એરપોર્ટ પર પેપરાઝીને સ્ટાઈલિશ પોઝ આપ્યા હતા. લગ્ન બાદ પહેલી વખત જ હાથમાં હાથ લઈને સાથે દેખાયેલું આ નવું પરણેલું કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -