Homeઆપણું ગુજરાતબાપ રે ફરી ડેંગ્યુ ડોકાયોઃ અમદાવાદમાં આઠ દિવસમાં છ કેસ નોંધાયા

બાપ રે ફરી ડેંગ્યુ ડોકાયોઃ અમદાવાદમાં આઠ દિવસમાં છ કેસ નોંધાયા

છેલ્લા ઘણા વર્ષોથી ડેંગ્યુ, સ્વાઈન ફ્લુના કેસ દરેક સિઝનમાં નોંધાતા રહે છે. ફ્લુનો જ એક પ્રકાર હોવા છતાં આ રોગ દરદી માટે જીવલેણ પણ સાબિત થતો હોવાથી વધારે ચિંતાનો વિષય બને છે. અમદાવાદમાં જાન્યુઆરી મહિનાના પહેલા જ આઠ દિવસમાં છ ડેંગ્યુના કેસ નોંધાયા છે.
શહેરના આરોગ્ય ખાતાએ આપેલા આંકડા અનુસાર પહેલીથી આઠમી જાન્યુઆરી સુધીમાં મલેરિયાના બે કેસ, ડેંગ્યુના છ કેસ, ડાયેરિયાના ૬૯ કેસ, કમળાના ૪૩ કેસ અને ટાઈફોડના ૫૧ કેસ નોંધાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ ડિસેમ્બર મહિનામાં પાણીના ૩,૧૪૩ નમૂના લીધા હતા, જેમાંથી ૭૧ નમૂના પીવા યોગ્ય ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ૭૧ નમૂનામાંથી મોટા ભાગના પૂર્વીય અમદાવાદના વિસ્તારોના છે. આરોગ્ય વિભાગ પાણી પ્રદુષિત થવાના કારણો પણ શોધી રહ્યું છે. એક તરફ કોરોનાના કેસ હજુ નોંધાયા કરે છે ત્યારે હોસ્પિટલોમાં શરદી-ઉધરસ, તાવ જેવા રોગ સાથેના દરદીઓની લાંબી લાઈન લાગી હોવાનું જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -