Homeસ્પોર્ટસIPL 2023IPL 2023: Shubman Gill કર્યું મોટું કારનામું

IPL 2023: Shubman Gill કર્યું મોટું કારનામું

વિરાટ કોહલીની સાથે આ ખાસ ક્લબમાં જોડાયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલે ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, તે તેનીટીમને જીત અપાવી શક્યો નહોતો. આ હોવા છતાં, તેણે ક્વોલિફાયર 1 માં તેનો 20મો રન બનાવીને એક મહાન સિદ્ધિ હાંસલ કરી છે.

ભારતીય ટીમનો યુવા ખેલાડી શુભમન ગિલ પોતાની બેટિંગથી અવનવા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. શુભમન ગિલે CSK સામે 42 રન બનાવ્યા હતા. આ સાથે તેણે IPL 2023માં પોતાના 700 રન પૂરા કર્યા છે. IPLની એક સિઝનમાં 700થી વધુ રન બનાવનાર તે બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા વિરાટ કોહલીએ 2016ની સિઝનમાં 973 રન બનાવ્યા હતા. IPLની એક સિઝનમાં 700 રન બનાવનારા ખેલાડીઓની કલબમાં હવે તે સામેલ થઇ ગયો છે.

આ કલબમાં વિરાટ કોહલી ઉપરાંત જોસ બટલર (863 રન, 2022), ડેવિડ વોર્નર (848 રન, 2016), કેન વિલિયમસન ( 735 રન, 2018 ), ક્રિસ ગેઇલ (733 રન, 2012 અને 708 રન, 2013), માઇકલ હસી (733 રન, 2013), ફાફ ડુ પ્લેસિસ (730 રન, 2023)નો સમાવેશ થાય છે. આ કલબમાં હવે શુભમન ગીલ પણ સામેલ થઇ ગયો છે.

શુભમન ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સીઝનની શરૂઆતથી જ જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 15 મેચમાં 722 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 71 ફોર અને 23 સિક્સર ફટકારી છે. ગિલે આ ટૂર્નામેન્ટમાં બે સદી પણ ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -