શ્રદ્ધા મર્ડર કેસ પ્રકરણે પોલીસને વધુ મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. સૂત્રો દ્વારા તાજેતરમાં મળેલી માહિતી અનુસાર ફોરેન્સિક રિપોર્ટમાં જણવા મળ્યું છે કે જંગલમાંથી મળેલા હાડકા શ્રદ્ધાના જ છે. તેનો ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયો છે. હવે પોલીસ રોપોર્ટની રાહ જોઈ રહી છે.
શ્રદ્ઘાના પિતા વિકાસ વાલકરે CBI તપાસની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું, આફતાબ હજુ પણ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. તે શ્રદ્ધાને સતત બ્લેકમેઇલ કરતો હતો અને તેને ધમકીઓ પણ આપતો હતો. શ્રદ્ધા સ્પષ્ટ શબ્દોમાં કહેતી હતી કે તે તેને મારી નાખશે. શ્રદ્ધાની હત્યામાં આફતાબનો પરિવાર પણ સામેલ છે. શ્રદ્ધા મને કંઈ કહેતી નહોતી. તે બધી જ વાતો તેની માતાને કહેતી હતી, પરંતુ તેની માતાના મૃત્યુ બાદ શ્રદ્ધાની કોઈ ખબર નહોતી. જો મને ખબર હોત કે તે શ્રદ્ઘાને પરેશાન કરે છે અથવા મારઝૂડ કરે છે તો હું તેને મારા ઘરે પાછી લઈ આવત, મારી પત્નીના મૃત્યુ પછી આફતાબ ઘરે પણ આવતો હતો. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા જેવી આશંકા વ્યક્ત કરી હતી તેવું જ બન્યું છે.