શ્રદ્ધા મર્ડર કેસ પ્રકરણે દિલ્હી પોલીસને કેટલાક મહત્ત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી પોલીસે એફએસએલ (Forensic Science Laboratory Division)ની તપાસ માટે સીએફએસએલ (Central Forensic Science Laboratory) પાસેથી પુરાવા ભેગા કર્યા હતાં. તપાસ દરમિયાન સીએફએસએલે આફતાબના બાથરૂમની ટાઈલ્સની વચ્ચેના ગેપમાંથી લોહીના નિશાન મળી આવ્યા છે. નોંધનીય છે કે કેટલાક દિવસ પહેલા એફએસએલની તપાસમાં રસોડામાંથી લોહીના ડાઘ મળી આવ્યા હતાં. સીએફએસએલના રિપોર્ટ આવવામાં આશરે બે અઠવાડિયાનો સમય લાગી શકે છે ત્યારે બીજી બાજુ પોલીગ્રાફ ટેસ્ટ માટે દિલ્હી પોલીસ પણ તૈયાર છે. દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું છે કે જરૂરિયાતના હિસાબે પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આફતાબ અને શ્રદ્ધાનો એક કોમન ફ્રેન્ડ છે જે ડ્રગ્સ વેચતો હતો. આફતાબે બેથી ત્રણ વાર ડ્રગ્સ લીધું હતું જેને કારણે બંનેનું બેથી ત્રણ વાર બ્રેકઅપ થયું હતું અને ફરીથી પેચ અપ થતાં બંને સાથે રહેવા લાગ્યા હતાં.
આજે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે આફતાબની રિમાન્ડ વધારવાની માગણી કરી હતી. પોલીસની આ માગણી કોર્ટે માન્ય કરી અને કોર્ટે રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કર્યો હતો. આફતાબે કોર્ટમાં તેના પરિવારને મળવાની અપીલ કરી હતી અને કોર્ટે તેને મંજૂરી આપી હતી.