શ્રદ્ધા મર્ડર કેસ પ્રકરણે દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને આરોપી આફતાબ પૂનાવાલાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે આજે આફતાબનો પોલિગ્રાફ ટેસ્ટ પૂરો થયો છે. આફતાબના વકીલે જણાવ્યું હતું કે, પોલીસે આરોપીને પહેલી અને પાંચમી ડિસેમ્બરના લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો, જેને કોર્ટે પરવાનગી આપી છે.
સોમવારે એફએસએલથી આફતાબને પાછા લાવતી વખતે પોલીસ વાન પર હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ એફએસએલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.