જાણો શું કહે છે નિષ્ણાતો આ વિશે
ભારતમાં ઘણા લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે. ચા અને કોફી પીધા પછી સામાન્યપણે પાણી પીવાનું મન થતું નથી તેથી મોટાભાગના લોકો ચા પીતા પહેલા પાણી પી લેતા હોય છે.
હવે સવાલ એ થાય છે કે શું ચા પીતા પહેલા પાણી પીવું યોગ્ય છે? ચા પહેલા પાણી પીવાની આદત કેટલી સાચી છે? આવો જાણીએ ચા પીતા પહેલા પાણી પીવાથી શરીર પર શું અસર થાય છે.
મોટાભાગના લોકોને ખબર નથી કે ચા અને કોફી બંને એસિડિક છે. આ બંને વસ્તુઓ પેટમાં ગેસ બનાવવાનું કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર, જો તમે ચા પીતા પહેલા પાણી પીઓ છો, તો તે ચાની એસિડિક અસરને ઘટાડે છે. પાણી પીવાથી આંતરડામાં એક સ્તર બને છે, જે એસિડની અસરને ઘટાડે છે. ચા પીતા પહેલા પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પીએચ લેવલ પણ સંતુલિત રહે છે. પાણી મોઢામાં રહેલા બેક્ટેરિયાને પણ મારી નાખે છે.
જો તમે ચા પીતા પહેલા પાણી પીતા હોવ તો તમારે ચા અને પાણી વચ્ચે કમ સે કમ 15 મિનિટનું અંતર રાખવું જોઇએ, કારણ કે તેનાથી તમને વધુ ફાયદો થશે.