નાગપુર: નાગપુર સરકારી તબીબી કોલેજ (મેડિકલ) અને હોસ્પિટલમાં શિયાળુ અધિવેશનના સમયગાળામાં દવાથી લઇને એક્સ-રે ફિલ્મ ઉપલબ્ધ હોય છે, પણ જેવું અધિવેશન પૂરું થાય કે આ તમામ વસ્તુઓની અછત ઊભી થતી હોય છે. જોકે આ સમયે તો અધિવેશન માથે હોવા છતાં પણ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં એક્સ-રે ફિલ્મની અછત જોવા મળી હતી. આના પર તાત્પૂરતી પાટાપિંડી તરીકે એક્સ-રે કાઢ્યા બાદ કોમ્પ્યુટર પર એક્સ-રેનું પ્રતિબિંબ હોય એવો ફોટો મોબાઈલમાં ટ્રાન્સફર કરીને લો અને ડોક્ટરોને દેખાડો, એવી સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહી છે.