અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં રેપિડ ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. હુમલાખોર હજી સુધી પકડાયો નથી. તેની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી મુજબ રવિવારે વર્જિનિયા યુનિવર્સિટીમાં એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
અમેરિકામાં આ પહેલી વાર નથી કે રેપિડ ફાયરિંગની ઘટના બની હોય અને લોકોએ જીવ ગુમાવ્યા હોય. અમેરિકામાં આ રીતે અનેક પ્રસંગ બન્યા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષે ઓગસ્ટમાં રાજધાની વોશિંગ્ટન ડીસીમાં મોડી રાત્રે થયેલા ગોળીબારમાં 6 લોકોના મૃત્યુ થયા હતા. અમેરિકાના ઇન્ડિયાનામાં 18 જુલાઇના રોજ ગ્રીનવુડ પાર્ક મૉલમાં થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. કેલિફોર્નિયામાં પણ એક હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.