ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચારે તાજેતરમાં ખાસ્સો વિવાદ જગાવ્યો હતો. તેમના આ વિવાદ વચ્ચે બે દિવસ પહેલા બંનેએ તેમના નવા શોની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે ક્રિકેટર શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટારને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.
ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ભારતીય ટેનિસ સ્ટાર આજે 36 વર્ષની થઈ. આ અવસર પર તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે તેને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટ જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ તેમના છૂટાછેડાના સમાચાર માત્ર અફવા જ હતી અને સ્ટાર કપલ સાથે જ છે.
ઉલ્લેખનીય છે કે સ્ટાર કપલે 2010માં નિકાહ કર્યા હતા અને 2018માં તેમના પ્રથમ પુત્રનો જન્મ થયો હતો. ક્રિકેટ સ્ટાર શોએબ મલિકે Twitter અને Instagram પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. “તમને જન્મદિવસની શુભેચ્છા, સાનિયા મિર્ઝા. તમને ખૂબ જ સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છાઓ! દિવસનો સંપૂર્ણ આનંદ માણો,” એમ મલિકે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું.
Happy Birthday to you @MirzaSania Wishing you a very healthy & happy life! Enjoy the day to the fullest… pic.twitter.com/ZdCGnDGLOT
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 14, 2022
બંને સ્પોર્ટ્સ સ્ટાર્સ પાકિસ્તાનમાં લોકપ્રિય OTT પ્લેટફોર્મ, Urduflix પર એક શો માટે પણ એકસાથે આવવા માટે તૈયાર છે.