Homeદેશ વિદેશશ્લોકાને સાસુ-સસરાએ ગિફ્ટમાં આપેલાં નેકલેસની કિંમત જાણો છો કે?

શ્લોકાને સાસુ-સસરાએ ગિફ્ટમાં આપેલાં નેકલેસની કિંમત જાણો છો કે?

વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં જેમની ગણતરી થાય છે એ અંબાણી પરિવાર છાશવારે કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે જ છે. મુકેશ અંબાણી ખૂબ જ વૈભવી જીવન જીવે છે, એમના ઠાઠ-માઠથી તો આપણે બધા જ પરિચિત છીએ. અંબાણી પરિવારના ફંક્શન્સ, પાર્ટીઓ અને અન્ય ઈવેન્ટ્સ પર માત્ર ભારતીયો જ નહીં પણ, આખી દુનિયાની નજર હોય છે.

આજકાલ અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાએ પહેરેલા એક નેકલેસની ચર્ચા બધે જ ચાલી રહી છે. આ નેકલેસ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પુત્રવધુ વહુ શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો કહેવાતો નેકલેસ ગિફ્ટ કર્યો છે અને તમે પણ આ નેકલેસની કિંમત સાંભળશો તો ચોંકી ઉઠશો. તમે કે આપણે તો માત્ર આવા નેકલેસની કલ્પના કરી શકીએ, પહેરવા કે ભેટમાં આપવાની વાત તો આપણે સપનેય ના વિચારી શકીએ.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો છે અને નેકલેસની કિંમત 2-4 કરોડ નહીં પરંતુ 450 કરોડથી વધુ છે. મળી રહેલાં એક રિપોર્ટ અનુસાર, શ્લોકા મહેતાના કલેક્શનમાં આ જે નેકલેસ છે તે દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ છે. શ્લોકા મહેતા પાસે 450 કરોડની કિંમતનો ડાયમંડ નેકલેસ છે, હવે તમે વિચારતા હશો કે આ નેકલેસમાં એવું તે શું છે કે જેને કારણે તે આટલો મોંઘો અને મૂલ્યવાન બની ગયો છે…

વાત જાણે એમ છે કે આ ડાયમંડ નેકલેસમાં વિશ્વનો સૌથી મોટો ઈન્ટર ફ્લોલેસ હીરો જડવામાં આવ્યો છે, જેની કિંમત 450 કરોડથી વધુ છે. આ નેકલેસને લેબનાની જ્વેલર મૌવાદે બનાવ્યો છે, જેને L’Incomparable કહેવામાં આવે છે અને તેને વિશ્વના સૌથી મોટા ઈન્ટર ફ્લોલેસ હીરો જડવામાં આવ્યો છે.

અહીં તમારી જાણ માટે કે શ્લોકાના આ નેકલેસમાં 91થી વધુ હીરા છે, જે 200 કેરેટથી વધુના છે, જે હીરાના આ નેકલેસને એકદમ યુનિક લુક આપે છે. શ્લોકાના આ નેકલેસની બીજા ખાસિયત વિશે વાત કરીએ તો ન તો તેની ડિઝાઈન કોપી કરી શકાય છે કે ન તો ફરી રિડીઝાઈન કરી શકાય એમ છે. એટલે કે, આ અંબાણી પરિવારની એન્ટિક જ્વેલરી છે.

અત્રે ઉલ્લેખનીય છે. અંબાણી પરિવાર તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. પાર્ટીઓમાં અંબાણી પરિવારનાં કપડાં, ઘડિયાળ, પર્સ અને એસેસરીઝ હંમેશા ટોક ઓફ ધ ટાઉન હોય છે. તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના કાર્યક્રમમાં અનંત અંબાણી અને તેમની ફિયોન્સી રાધિકા મર્ચન્ટે પણ ઘણી વાહ-વાહી મેળવી હતી. રાધિકા મર્ચન્ટે તેના ડ્રેસ સાથે જે નાનું પર્સ લીધું હતું તેની કિંમત 2 કરોડ હોવાનું કહેવાય છે. જ્યારે અનંત અંબાણીએ 18 કરોડની ઘડિયાળ પહેરી હતી અને હવે આ શ્લોકા મહેતાનો નેકલેસ…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -