Homeઈન્ટરવલભવ્યાતિભવ્ય કલાનો ઉત્તમ નમૂનો શિવમંદિર - કેરા (કચ્છ)

ભવ્યાતિભવ્ય કલાનો ઉત્તમ નમૂનો શિવમંદિર – કેરા (કચ્છ)

તસવીરની આરપાર -ભાટી એન.

ગુજરાતનું વિશિષ્ટ ઉપલબ્ધિઓ ભિન્ન સિચ્યુએશન આશાને ઉમ્મીદને સાથે પ્રગતિના પંથે હરણફાળ ભરતું ડેસ્ટિનેશન એટલે ‘કચ્છ’. આ જિલ્લાને ઢંઢોળો તો દિગ્ગજ ઐતિહાસિક આરાધકો મળે…! સંત, શૂરા ને ભક્તોની ભૂમિ ને રણપ્રદેશ ને હરિયાળી ક્રાંતિ કરનારા મરજીવા અચીજા માડુ મળે…! ગુણીયલ કચ્છી ભાષા પોતાની આગવી ઓળખાણ છે…! તેના પરિધાન સૌંદર્યને સપ્તરંગીમાં પર્સનાલિટી આગળ આભા ઊભી કરે છે…! કચ્છના રણમાં ભવસાગર તરવાની હામ રાખનાર છે. તેની ઐતિહાસિક વિરાસતમાં અગ્રક્રમે ભુજ નજીક કેરા ગામે આવેલ છિન્ન-વિચ્છિન્ન ભગ્ન અવસ્થામાં કલાત્મક ને નયનરમ્ય મીડિયમ સાઈઝનું ભગવાન શિવનું અદ્ભુત સુંદરતમ્ મંદિર આવેલ છે.
આ પ્રાચીન મંદિર લાખેશ્ર્વર મહાદેવ મંદિર તરીકે પણ જાણીતું છે. લગભગ દશમી સદીમાં બંધાયેલું મંદિરને ૧૮૧૯ના ભૂકંપ અને ૨૦૦૧ના ભૂકંપમાં ઘણી ક્ષતિઓ પહોંચી હતી. તેમ છતાં મંદિરનું શિખર, ગર્ભગૃહ અને શિલ્પો હજી પણ આકર્ષક છે…! કેરાનું શિવ મંદિર સોલંકી વંશ દ્વારા કરાવાયું હોવાનો અંદાજ છે…! અમુક સ્થળે ૯મીથી ૧૧મી સદીમાં બંધાયેલા હોવાનો પણ ઉલ્લેખ મળે છે…!
ઈ. સ. ૧૮૧૯માં આવેલા ભૂકંપમાં આગળના ભાગનો મુખ્ય પ્રવેશદ્વાર ને અડધું મંદિર ક્ષતિગ્રસ્ત થયેલ અને અધૂરામાં પૂરું ૨૦૦૧ના ભૂકંપમાં ભારે નુકસાની મંદિરને થયેલ. આ મંદિરની નજીક
કપિલ કોટનો કિલ્લો છે તે પણ જર્જરિત અવસ્થામાં છે. શિખર ઉપર ચડતા માનવાકૃતિઓ કોતરવામાં આવેલી છે.
શિખરના ચારે ખૂણે નાના નાના શિખરો એકની ઉપર એક એમ મૂકવામાં આવેલ છે અને તેમની રચના મુખ્ય શિખરને મળતી આવે છે. શિખરની બહારની બાજુએ સુંદર અલંકૃત કોતરણી કરવામાં આવી છે.
મંદિર સંકુલની આસપાસ યક્ષોની ઘણી મૂર્તિઓ આવેલી છે. આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે. જેની લંબાઈ ૮ ફૂટ ૬ ઈંચ છે. આ મંદિરની દીવાલો ૨ ફૂટ ૭ ઈંચ જાડી છે…! તેના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે ૨ ફૂટ ૬ ઈંચ પહોળો ગલિયારો છે. આ ગલિયારો પથ્થરમાં કોતરેલી બે જાળીઓમાંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે.
આ મંદિરનું મંડપ ૧૮ ફૂટ ૯ ઈંચ પહોળું હતું હવે તો મંડપની માત્ર ઉત્તરી દીવાલ હેવ શેષ રહી છે…! તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓ અલંકૃત સજાવટ છે. આ
કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મૂકવામાં આવી છે. આ શિવ
મંદિર કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કેરા ગામે આવેલું છે.
ભુજ અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. ભુજથી લગભગ ૨૨ કિલોમીટરના અંતરે ભુજથી દક્ષિણ દિશામાં આવેલું શિવ મંદિર-કેરા છે. વાંચક મિત્રો ભુજ જિલ્લાનું ઉત્તમ કોતરણીવાળુ આ મંદિર છે. પણ ભગ્ન અવસ્થામાં પડેલ છે તેમ છતાં તેની કલા કોતરણી નિહાળવા એકવાર ચોક્કસ શિવ મંદિર – કેરા જોજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -