સંજય રાઉતે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે શિવસેનાનું નામ અને પ્રતીક’ની ખરીદી’ માટે રૂ. 2,000 કરોડનો સોદો થયો હતો અને આ 100 ટકા સાચું છે.
એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણયને પગલે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નેતા સંજય રાઉતે રવિવારે સનસનીખેજ દાવો કરતા જણાવ્યું હતું કે આ માટે “રૂ. 2000 કરોડનો સોદો” થયો છે.
તેમણે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે સત્તાધીશની નજીકના એક બિલ્ડરે આ માહિતી તેમની સાથે શેર કરી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેમ્પમાંથી ધારાસભ્ય સદા સરવણકરે આ દાવાને ફગાવી દીધો હતો અને પૂછ્યું હતું કે, “શું સંજય રાઉત કેશિયર છે?
ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને ‘ધનુષ અને તીર’ ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો.