મુંબઇમાં થોડા સમયમાં બીએમસીની ચૂંટણી યોજાવાની છે. બીએમસીની ચૂંટણી પહેલા રાજ્યની શિંદે-ફડણવીસ સરકાર એક જાહેરનામુ બહાર પાડીને દ. મુંબઇમાં આવેલી 30થી વધુ વર્ષ જૂની અને જર્જરિત હાલતમાં રહેલી મ્હાડાની 388 ઇમારતના પુનઃવિકાસનો માર્ગ મોકળો કરશે. આ ઇમારતોમાં આશરે 30,000થી 40,000 પરિવાર રહે છે. આ બધા પરિવારોને સરકારના આ નિર્ણયથી ફાયદો થશે. એમ માનવામાં આવે છે કે શિંદે સરકારનું આ પગલું આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને નજરમાં રાખીને લેવામાં આવ્યું છે. હાલમાં શિંદે કેમ્પ ભાજપ સાથે ગઠબંધનમાં રાજ્યમાં સત્તા પર છે. તેમના આ પગલાથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથને હરાવવા અને પાલિકાની સત્તા સંભાળવાનો તેમનો ઇરાદો સ્પષ્ટ થાય છે.
શિંદે ફડણવીસ સરકારે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (ડીસીઆર)ની કલમ 33(7) મુજબ જૂની ઇમારતોને 3 ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) અથવા 78% ની ન્યૂનતમ વધારાની પ્રોત્સાહક FSI સાથે રિડેવલપ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ મ્હાડાની પુનઃનિર્માણ કરાયેલી ઇમારતોમાંથી માત્ર 66 જ વડા પ્રધાન ગ્રાન્ટ પ્રોજેક્ટ (PMGP) હેઠળ વધારાના પ્રોત્સાહનો સાથે રિડેવલપ કરવામાં આવી હતી હવે દ. મુંબઇની બાકીની 388 ઇમારતોને આ લાભ મળશે. આ બધી એવી ઇમારતો છે જેનું ભૂતકાળમાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તે જર્જરિત અવસ્થામાં હોઇ તેને રિડેવલપ કરવાની તાતી જરૂર છે.
રાજ્ય સરકાર એક અઠવાડિયાની અંદર આ અંગે નિર્ણય લઇ લેશે, જેનાથી જૂની અને જર્જરિત ઇમારતોમાં રહેતા હજારો લોકોને રાહત મળશે . આ નિર્ણયને કારણે હવે 160/225 ચોરસફૂટ એરિયાના ઘરમાં રહેતા રહેવાસીઓને 400 ચોરસફૂટના નવા ઘર મળશે.
પરા વિસ્તારમાં આવેલા પાઘડી ના મકાન માં રહેતા હોય ને BMC એ c1 એટલે ન રહેવા લાયક મકાન જાહેર કરવામાં આવ્યું હોય જેમાં મકાન માલિક redevelopment અથવા રીપેરીંગ ની અનુમતિ ન આપે ને મકાન માલિક પોતે જાતે કઈ ન કરે ને ભાડૂત ને પણ કઈ ન કરવા દે તેના માટે પણ સરકારે કઈક પગલાં લેવા જોઈએ , આજ ના સમય માં આવા લાખો લોકો પાઘડી ના મકાન માં રહેતા હોય છે , કેટલાક મકાનો છેલા દસ પંદર વર્ષો પહેલાં તોડી પાડવામાં આવ્યા છે ને હજી સુધી ત્યાં નવા મકાન બન્યા નાથી . તેમાં રહેતા જૂના ભાડુતો જેઓ અત્યંત માધ્યમ વર્ગ ના છે જીમની પરિસ્થિતિ અત્યંત કફોડી હાલત માં જીવી રહ્યા છે . માટે સરકારે તેમને પણ ન્યાય મળે તેવા પગલાં લેવા જોઈએ .
ધર્મેન્દ્ર વ્યાસ ,
Admin પાઘડી ભાડૂત ગ્રુપ
9820060651
What about private landlord pagdi bhadut building
Sarkaar please is pe bhee dhyaan de
Home less c1 affected pagdi bhadut