શિવસેનાના શિંદે ગ્રુપના ધારાસભ્ય પ્રકાશ સૂર્વે અને પ્રવક્તા શીતલ મ્હાત્રેનો એક વિડીયો હાલમાં સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. આ બાબતે શીતલ મ્હાત્રેએ તેનો વિડીયો મોર્ફ કરી વાયરલ કરવામાં આવ્યો છે એવો આક્ષેપ કરી દહિસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને પગલે પોલીસે વિનય ભંગનો ગુનો દાખલ કર્યો છે. આ વિડીયો સંદર્ભે શીતલ મ્હાત્રેએ ટ્વીટ કરી પોતાનો પક્ષ માંડ્યો છે.
શીતલ મ્હાત્રેએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘રાજકારણમાં મહિલા વિશે બોલવા માટે કંઇ ના મળે ત્યારે તેના ચરિત્ર પર આંગળી ચિંધવી એ જ ઉદ્ધ્વસ્ત ગ્રુપના સંસ્કાર છે? માતોશ્રી નામના એક ફેસબૂક પેજ પરથી એક મહિલા માટે આવો મોર્ફ વિડીયો અપલોડ કરતી વખતે બાળા સાહેબજના સંસ્કાર યાદ નથી આવતા?’
પોસ્ટ કરવામાં આવેલ વિડીયો અંગે શિતલ મ્હાત્રે એ કહ્યું કે, ‘કોઇ પુરુષ રાજકારણમાં મહિલા સાથે કેવો વ્યવહાર કરે છે તેનો મને મોટો અનુભવ થયો છે. મેં મારા આત્મસન્માન માટે મારો જીવ અને કારકીર્દી બધુ જ દાવ પર લગાવી દીધા છે. ત્યારે આવી મહિલાઓ વિષે બોલવા માટે કંઇ નથી હોતું ત્યારે આવી હરકતો કરવામાં આવે છે.’
‘આ વિડીયો વાયરલ કરનારા કોણ છે એ બધા જ જાણે છે. વિરોધીઓ આટલી નીચી કક્ષાએ કઇ રીતે જઇ શકે છે? ભાઇ-બહેનનો સંબધ ધરાવનાર એક સ્ત્રી-પુરુષને આજે સમાજ વિકૃત નજરે જોઇ રહ્યો છે એના પાછળ કોનું મગજ છે અને કોણ આ બધુ કરાવી રહ્યું છે એની અમને જાણ છે. ’ એમ પણ શિતર મ્હાત્રે એ ટ્વીટમાં જણાવ્યું હતું.
राजकारणामधील महिलेसंदर्भात बोलण्यासारखे काही नसले तर तिचे चारित्र्यहनन करणे हेच उद्ध्वस्त गटाचे संस्कार आहेत?? मातोश्री नावाच्या fb पेजवरुन एका स्त्री संदर्भात असा morphed video upload करताना बाळासाहेबांचे संस्कार नाही का आठवले? pic.twitter.com/rpaqbMtiZU
— sheetal mhatre (@sheetalmhatre1) March 11, 2023