નવી દિલ્હીઃ શિયાળાએ આખા દેશમાં દમદાર હાજરી પુરાવી છે. નાગરિકો ઠંડીની મજા માણી રહ્યા છે ત્યારે દેશનું એક રાજ્ય શિમલા બની ગયા હોવાની માહિતી મળી રહી છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે ઠંડીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.
શુક્રવારે દિલ્હીમાં શિમલા કરતાં પણ ઓછા તાપમાનની નોંધ કરવામાં આવી હતી. દિલ્હીના આયા નગર ખાતે શુક્રવારે 1.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે શિમલામાં એ સમયે તાપમાન હતું 2 ડિગ્રી. દિલ્હીમાં આ સિઝનનો સૌથી ઠંડો દિવસ સાબિત થયો હતો. આ પહેલાં 2021માં દિલ્હીમાં સૌથી ઓછા તાપમાનની નોંધ કરવામાં આવી હતી, એ સમયે 1.1 ડિગ્રી તાપમાનની નોંધ કરવામાં આવી હતી.
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આ વીક-એન્ડ પર પણ દિલ્હીવાસીઓને ઠંડીની છુટકારો નહીં મળે. જોકે, નવા ડિસ્ટર્બન્સને કારણે 8મી જાન્યુઆરીથી તાપમાનમાં વધારો જોવા મળે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આઈએમડીના પૂર્વાનુમાન અનુસાર સાતમી જાન્યુઆરીના ન્યુનત્તમ તાપમાન 7 ડિગ્રી જેટલું જોવા મળશે, જ્યારે આઠમી જાન્યુઆરીથી આગામી કેટલાક દિવસ સુધી તાપમાન 8થી 9 ડિગ્રીની વચ્ચે રહેશે.