ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર એવો શાર્દુલ ઠાકુર આજે પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. સોમવારે એટલે કે 27મી ફેબ્રુઆરીએ મુંબઈમાં મરાઠી રીતરિવાજથી સાત ફેરા લીધા હતા શાર્દુલે. કેએલ રાહુલ અને અક્ષર પટેલ બાદ આ વર્ષે લગ્ન કરનાર શાર્દુલ ઠાકુર ત્રીજો ભારતીય ખેલાડી છે. શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. લગ્ન પહેલાં સંગીત સેરેમની અને પીઠીની વિધિ પણ થઈ હતી અને આ રસમના ફોટો અને વીડિયોઝ ઘણાં જ વાઈરલ થયા હતા. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, શ્રેયસ અય્યર પણ આ લગ્નમાં હાજરી આપી હતી. એટલું જ નહીં યુઝવેન્દ્ર ચહલની વાઈફ ધનશ્રી વર્મા, અભિષેક નાયર અને ક્રિકેટર સિદ્ધેશ લાડ પણ આ વેડિંગમાં સ્પોટ થયો હતો.
રોહિત શર્મા અને તેની વાઈફ રિતિકા સજદેહે જ્યાં સંગીતમાં ભાગ લીધો હતો તો શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ પીઠીની વિધિમાં હાજર આપી હતી. શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે સંગીત સેરેમની પહેલાં પૂલ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં બંનેએ પોતાની ફેમિલીની હાજરીમાં ખૂબ જ મોજમસ્તી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે
શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. શાર્દુલ અને મિતાલીએ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ આ સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું હતું.