Homeઆમચી મુંબઈએક પવારે દર્શાવી અસંમતિ તો બીજા પવાર રાઉતના સમર્થનમાં ઉતર્યા મેદાનમાં!

એક પવારે દર્શાવી અસંમતિ તો બીજા પવાર રાઉતના સમર્થનમાં ઉતર્યા મેદાનમાં!

મુંબઈઃ ઠાકરે જૂથના સંજય રાઉતે કરેલા નિવેદનને કારણે બુધવારે વિધાનસભાના માહોલ ખાસ્સો એવો ગરમાઈ ગયો હતો. રાઉતના નિવેદનને પગલે વિધાનસાના બંને સભાગૃહમાં તેમના વિરોધમાં હક ભંગનો પ્રસ્તાવ માંડવાની માગણી કરવામાં આવી હતી. આ માટે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્દેશ અનુસાર 15 જણની હકભંગની સમિતિની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ સમિતિ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે વાંધો ઉઠાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે રાઉતના નિવેદનથી અસંમત્તિ દર્શાવી હતી તો બીજી બાજું ટ્વીટર પર શરદ પવારે રાઉતનો પક્ષ લીધો છે.


કોલ્હાપુરમાં સંજય રાઉતે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ જે બનાવટી શિવસેના છે, ડુપ્લિકેટ, ચોરનું મંડળ અને આ મંત્રી મંડળ નહીં પણ ચોર મંડળ છે. મંત્રી મંડળને ચોર મંડળનું સંબોધન કરવામાં આવતા હક ભંગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. લોકશાહીનું મંત્રી મંડળ એ જનતાનું સર્વોચ્ચ પ્રતિનિધ મંડળ છે અને તેની માન-મર્યાદા, ગરિમા જાળવવી જોઈએ. એમાં કોઈ બેમત નથી. પરંતુ સંજય રાઉત સામે પ્રસ્તાવિત હક ભંગની કાર્યવાહી બાબતે નવેસરથી ગઠિત કરવામાં આવેલી હક ભંગ સમિતિ સ્વાયત્ત અને તટસ્થ સ્વરુપની હોવી જરૂરી છે, એવો મત શરદ પવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ સમિતિમાં ઠાકરે જૂથના વિધાન સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જે અયોગ્ય છે. સંજય રાઉનું નિવેદનને ધ્યાનથી સાંભળીએ તો તેમના કહેવાનું તાત્પર્ય સમજાય છે. આ નિવેદન મૂળત તો ખાસ જૂથ સામે વ્યક્ત કરવામાં આવેલી પ્રતિક્રિયા છે. સંજય રાઉતે જે નિવેદન કર્યું છે, તોડી-મરોડીને તેનું અર્થઘટન કરવામાં આવ્યું છે, એવું પણ પવારે વધુમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -