રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવની જાહેરાત કરી છે. તેમના આ નિવેદન બાદ પ્રશ્ન ઊભો થયો છે કે આખરે પવાર હવે આ પદ માટે ક્યાં ચહેરા પર પસંદગી ઉતારશે. ખરેખર તો રાષ્ટ્રવાદીના અધ્યક્ષ પદ માટે અજિત પવાર સૌથી પ્રબળ દાવેદાર છે. તો બીજી બાજુ શરદ પવારના દીકરી સુપ્રિયા સુળેને પવારના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. ત્યારે ચૂંટણી તો ઠીક પણ રાષ્ટ્રવાદીમાં તો અધ્યક્ષના પદ માટેનો જંગ પણ રોમાંચક બની શકે છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં રોજે રોજ નવા વળાંક આવી રહ્યાં છે. રાષ્ટ્રવાદીના અજિત પવાર ભાજપમાં જાડોશે આવી ચર્ચાઓને કારણે રાજ્યના રાજકારણમાં ઘણી ઉથલપાથલ થઇ રહી છે. ત્યાં હવે પોતાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શરદ પવારે પોતે રાષ્ટ્રાદી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાની જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે.
#WATCH | “I am resigning from the post of the national president of NCP,” says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
— ANI (@ANI) May 2, 2023
અત્રે ઉલ્લખનીય છે કે શરદ પવારના દીકરી સુપ્રિયા સુળેએ 15 દવિસ પહેલાં જ આ વાત અંગે હિન્ટ આપી હતી કે આગામી દિવસોમાં બે મોટા ઘડાકા થવાના છે. એક દિલ્હીમાં અને બીજો મહારાષ્ટ્રમાં. ત્યારે શું સુપ્રિયા સુળે મહારાષ્ટ્રમાં ધડાકાની જે વાત કરી હતી તે શરદ પવારના અધ્યક્ષ પદ અંગેની હતી કે શું એ અંગે અટકળો ચાલી રહી છે.
#WATCH | Supporters of NCP chief Sharad Pawar protest against his announcement to step down as the national president of NCP. pic.twitter.com/LsCV601EYs
— ANI (@ANI) May 2, 2023
શરદ પવાર બાદ હવે રાષ્ટ્રવાદીનો રાષ્ટ્રીય ચહેરો કોણ હશે તે અંગે પણ ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે. શું પાર્ટીમાં અદંર અંદર જ આ પદ માટે યુદ્ધ થશે? કારણ કે એક રીતે જોઇએ તો હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ પદના સૌથી મોટા દાવેદાર અજિત પવાર છે. પણ અજીત પવાર ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે શું શરદ પવાર તેમને આ પદની જવાબદારી આપી શકશે? કે પછી આ પદ શરદ પવારના દીકરી સુપ્રિયા સુળેને મળશે તે અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યાં છે.