શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની જગ્યાએ કોણ અધ્યક્ષ બનશે તે અંગે ઉત્સુકતા વધી રહી છે. હાલમાં તો સાંસદ સુપ્રિયા સૂળેનું નામ મોખરે છે. ત્યારે રાજકીય નેતાઓને બાદ કરતાં સામાન્ય જનતા શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લેવા પર શું કહે છે તે અંગે એક મીડિયા હાઉસ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જેમાં મોટા ભાગના લોકો ઇચ્છે છે કે શરદ પવાર તેમનું રાજીનામું પાછું ખેંચી લે. પ્રફુલ પટેલ, જયંત પાટીલ, સુનીલ તટકરે જેવા અનેક નામો પક્ષાધ્યક્ષ તરીકે ચર્ચાઇ રહ્યાં હતાં. જોકે પટેલ અને તટકરેનું નેતૃત્વ બધાને માન્ય નહીં હોય ઉપરાંત પોતાને અધ્યક્ષ બનવામાં રસ નથી તેવી ભૂમિકા પટેલે પહેલાં જ સ્પષ્ટ કરી છે. બીજી બાજુ આ પદ માટે સુપ્રિયા સૂળેનું નામ મોખરે છે અને કદાચ તેમના માટે પક્ષમાં સહમતી થઇ શકે છે. એમ રાજકીય સૂત્રોમાંથી જાણવા મળે છે.
જોકે આ દરમિયાન સી-વોટર્સે એક મીડિયા હાઉસ માટે મહારાષ્ટ્રમાં સર્વે કર્યો છે. જેમાં તેમણે સામાન્ય લોકોને પૂછ્યું છે કે પક્ષાધ્યક્ષ પદથી રાજીનામું આપનારા શરદ પવારે પોતાનો નિર્ણય પાછો લેવો જોઇએ કે? આ પ્રશ્ન પર લોકોની વિવિધ પ્રતિક્રિયા જાણવા મળી છે.
શરદ પવારે પક્ષાધ્યક્ષ પદ પરથી આપેલ રાજીનામાનો નિર્ણય પાછો લેવો જોઇએ એમ મોટાભાગના લોકો માને છે તેવું આ સર્વેમાંથી સ્પષ્ટ થયું છે. શરદ પવારે પોતાનો નિર્ણય પાછો લેવો જોઇએ એમ 49 ટકા લોકોનું માનવું છે. તે સિવાય 33 ટકા લોકો માને છે કે પવારે આ નિર્ણય પાછો ના લેવો જોઇએ. તે જ સમયે 18 ટકા લોકોએ તેમને ખબર નથી એવો જવાબ આપ્યો હતો.
દરમીયાનમાં અધ્યક્ષ પદ માટે બનાવવામાં આવેલ સમિતી જે નિર્ણય લેશે એ માન્ય હશે તેવું આશ્વાસન શરદ પવારે યશવંતરાવ ચવ્હાણ પ્રિતષ્ઠાન સામે આંદોલન કરી રહેલા કાર્યકર્તાઓને આપી આંદોલન રોકવાની અપીલ કરી હતી. આ નિર્ણય જો મેં કહીને લીધો હોત તો તમે બધાએ મને રોક્યો હોત એમ પવારે કહ્યું હતું. અમે 5 મે સુધી રોકાઇશું નહીં તો અમે પણ રાજીનામું આપી દઇશું એમ કાર્યકર્તાઓએ પવારને કહ્યું હતું. ત્યારે 5મી મે સુધી રોકાઇ જાઓ, સમિતીનો નિર્ણય ત્યાં સુધી આવી જશે આપડે એ માન્ય રાખીશું એમ શરદ પવારે કાર્યકર્તાઓને કહ્યું હતું. જોકે જનતાના મનમાં પણ શરદ પવાર અધ્યક્ષ બની રહે તેવી ભાવના છે.
શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લેવું આ પ્રશ્ન પર જનાદેશ
– 49 ટકા લોકોનું માનવું છે કે શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લેવું
– 33 ટકા કહે છે કે ના તેમનો નિર્ણય યોગ્ય છે.
– 18 ટકા લોકોનો જવાબ હતો અમને ખબર નથી.
whom u have surveyed must be only family members, we indians shud learn to pass the baton to next generation at right time for survival.
but in thiscase budha has PM ambtion and he will not give u so easily, all nautanki and he will retain power