બી-ટાઉનના દબંગ પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને દર થોડા દિવસે નવી નવી માહિતી શેયર કરતો હોય છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ સલમાન ખાને પહેલું ગીત નઈયો લગદા રિલીઝ કર્યું હતું અને હવે થોડાક સમય બાદ જ તે આ ફિલ્મનું બીજું ગીત રિલીઝ કરવા જઈ રહ્યો છે. પરંતુ આજે આપણે અહીં વાત કરવાના છીએ એક એવી નવોદિત એક્ટ્રેસ વિશે કે જે આ આ વાતમાં સલમાન કરતાં પણ બે પગલાં આગળ નીકળી છે. અહીં વાત થઈ રહી છે પંજાબની કેટરિના કૈફ શહેનાઝ ગિલની.
View this post on Instagram
શહેનાઝે આ ફિલ્મના પ્રમોશન માટે એક એવી તરકીબ અજમાવી છે કે તેણે સલ્લુને પણ પાછળ મૂકી દીધો છે. વાત જાણે એમ છે કે થોડાક દિવસ પહેલાં સલમાને બિલાડીઓનો એક વિડિય શેયર કર્યો હતો અને એ વીડિયોના માધ્યમથી તેણે ફિલ્મના ગીત બિલ્લી બિલ્લીની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી. પરંતુ શહેનાઝે કંઈક એવું કર્યું છે કે નહીં પૂછો વાત.
શહેનાઝે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર પોતાનો જ એક ફોટો શેયર કર્યો છે અને આ ફોટામાં એક્ટ્રેસ ખુદ બિલાડી બની ગઈ છે. શહેનાઝે ચહેરા પર બિલાડીનો માસ્ક પહેર્યો છે અને બિલાડીની પ્રિન્ટવાળું ટી-શર્ટ પણ પહેર્યું છે. આ ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે તૈયાર થઈ જાવ અમારા બીજા ગીત માટે. બીજી માર્ચના કિસી કા ભાઈ કિસી કી જાનના બિલ્લી બિલ્લી ગીત પર ઝૂમવા માટે તૈયાર થઈ જાવ…
કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મના ટિઝરમાં સલમાન ખાનનો અત્યાર સુધીનો તમે જોયેલો હશે એના કરતાં અલગ લૂકમાં જોવા મળશે. ટીઝરમાં ભાઈજાનના બે અલગ અલગ લૂક જોવા મળી રહ્યા છે. પહેલી વખત સલમાન ધોતી-કુર્તામાં સાઉથ ઈન્ડિયન અવતારમાં દેખાઈ રહ્યો છે.