ગુરુવારે રાત્રે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના બંગલામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. બે અજાણ્યા યુવકો શાહરૂખ ખાનના બંગલામાં ઘૂસી જવામાં સફળ રહ્યા હતા. મુંબઈ પોલીસે બાંદ્રા પશ્ચિમના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં આવેલાઅભિનેતા શાહરૂખ ખાનના ઘર મન્નતમાં પ્રવેશેલા બે યુવકોની ધરપકડ કરી હતી. બંને યુવક ગુજરાતના સુરતના રહેવાસી છે. બંને આરોપીઓની ઉંમર 21 થી 25 વર્ષની વચ્ચે છે. ગુરુવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે બંને જણ મન્નતના ત્રીજા માળે પહોંચ્યા હતા, પરંતુ તેઓ શાહરૂખ ખાનની સુરક્ષાના હાથે ઝડપાઈ ગયા હતા.
શાહરુખના સુરક્ષા ગાર્ડોએ બંનેને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન, 20 થી 22 વર્ષની વયના યુવકોએ દાવો કર્યો હતો કે તેઓ ગુજરાતમાંથી આવ્યા છે અને ‘પઠાણ’ સ્ટારને મળવા માગે છે. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ પેસેન્જિંગ અને અન્ય સંબંધિત ગુનાઓનો કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ ચાલુ છે. વર્ક ફ્રન્ટ પર, શાહરૂખ ‘પઠાણ’ની સફળતાથી ખુશ છે. પઠાણ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. શાહરૂખ હવે તેની આગામી ફિલ્મો ‘જવાન’ અને ‘ડંકી’ની તૈયારી કરી રહ્યો છે.