બોલીવૂડના બાદશાહ કહેવાતા શાહરુખ ખાનની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. તાજેતરમાં તેને પ્રખ્યાત મેગેઝિન એમ્પાયર દ્વારા વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. બોલિવૂડમાંથી આ યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેતા છે. મેગેઝિને પણ શાહરુખ ખાનના મન મૂકીને વખાણ કર્યા હતાં. આ યાદીમાં હોલીવુડના કલાકારો ડેન્ઝલ વોશિંગ્ટન, ટોમ હેન્ક્સ, એન્થોની માર્લોન બ્રાન્ડો, મેરિલ સ્ટ્રીપ, જેક નિકોલ્સન અને બીજા કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.