કિંગખાન હાલમાં ફિલ્મ પઠાણને કારણે ખૂબ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો હોય પણ હકીકત તો એ છે કે આને કારણે તેની ફેન ફોલોઈંગ પર કોઈ અસર નથી જોવા મળી રહી. ઈન્સ્ટાગ્રામ પર 33 મિલિયન ફોલોવર્સ ધરાવનાર શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામ પર માત્ર 6 જણને ફોલો કરે છે.
આવો જાણીએ કોણ છે આ છ લોકો જેને એસઆરકે ફોલો કરે છે. આ 6 જણમાં પહેલું નામ છે ગૌરી ખાનનું. ગૌરી કિંગખાનની પત્ની છે અને તેના ફોલોવર્સની સંખ્યા 4.6 મિલિયન છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર તે ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. આ યાદીમાં બીજું નામ છે સુહાના ખાન. સુહાના કિંગખાનની દીકરી છે અને તે ટુંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પણ અત્યારથી જ ઇન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયન ફોલોવર્સ છે. બાપ દીકરી વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે અને અવાર નવાર સોશિયલ ઇવેન્ટ પર તેમનો આ બોન્ડ દેખાતો હોય છે. ત્રીજા ક્રમે છે અયાન ખાન. અયાન એ કિંગખાનનો દીકરો છે અને સોશિયલ મીડિયા પર તેના 2.3 મિલિયન ફોલોવર્સ છે. ચોથા નંબર પર છે પૂજા દડલાની. પૂજા કિંગખાનની મેનેજર છે, પણ પૂજા એસઆરકેની ખુબ કલોઝ છે. તે ખાન પરિવારની એક સદસ્ય જ છે. આગળ વધીને વાત કરીએ આલિયા ચિબ્બા. આલિયા સુહાનાની મામાઈ બહેન છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 166 હજાર ફોલોવર્સ છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ. કાજલ આનંદ છે આ લિસ્ટની છઠ્ઠી વ્યક્તિ કે જેને કિંગખાન ફોલો કરે છે. કાજલ વ્યવસાયે વકીલ છે જે સેલિબ્રિટી કેસ હેન્ડલ કરે છે. કિંગખાનનું નામ પણ અનેક કેસમાં આવેલું છે…