મુંબઈઃ છેલ્લાં કેટલાય સમયથી સેક્સોર્ટર્શનના નામે માંગવામાં આવતી ખંડણીને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે અને આને કારણે જ તેમના માનિસક આરોગ્ય પર પણ તેની અસર જોવા મળે છે. ઘણા કેસમાં તો લોકો ગભરાઈને આત્મહત્યા કરવા સુધીનું પગલું પણ ભરે છે.
સેક્સોર્ટર્શનના પ્રકરણમાં થઈ રહેલાં વધારો જોઈને મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા પીડિત વ્યક્તિને મદદનો હાથ આપવામાં આવ્યો છે. સાયબર સેલ દ્વારા લોકોને એવું આહ્વાન કરવામાં આવ્યું છે કે જો તમને સેક્સોર્ટર્શન માટે કોલ આવે તો તેનાથી ગભરાઈ જવાને બદલે પોલીનો સંપર્ક કરો.
સેક્સોર્ટર્શનની ધમકીને કારણે પીડિતોના માનસિક આરોગ્ય પર પણ અસર જોવા મળે છે. આવા લોકો સતત તાણમાં રહે છે અને લોકો સાથે હળવા-મળવાનું બંધ કરી નાખે છે. કેટલાક કિસ્સામાં તો પીડિત વ્યક્તિ આત્મહત્યા સુધીનું પગલું પણ ભરે છે.
2022ના આખા વર્ષ દરિમયાન મહારાષ્ટ્રમાં સેક્સોર્ટેશનના 229 પ્રકરણની નોંધ કરવામાં આવી છે અને આશરે 2002 જેટલી લેખિત ફરિયાદ પોલીસના ઓનલાઈન પોર્ટલ પર મળી છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરીને 172 જણની ધરપકડ કરી છે.
સેક્સોર્ટર્શન છે શું?
કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને સ્ક્રીન પર એક મહિલા આવે છે, જે ઘણી વખત નગ્ન કે અર્ધનગ્ન અવસ્થામાં હોય છે. આ વીડિયો કોલ રેકોર્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ પીડિત વ્યક્તિને આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પૈસા માગવમાં આવે છે. ઘણી વખત આબરુ બચાવવાના ચક્કરમાં લોકો પૈસા આવે છે, તો કેટલાક લોકો આ નંબર બ્લોક કરી નાખે છે.