મેક્સિકોના બંદૂકધારીઓએ એક સ્વિમિંગ પુલમાં ઘૂસીને લોકો પર કરેલા બેફામ ગોળીબારમાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોએ પોલીસને જણાવ્યું હતું કે સશસ્ત્ર માણસો પુલ પર પહોંચ્યા હતા અને સ્થાનિક સમય મુજબ શનિવારે સાંજે 4.30 કલાકે સ્વિમિંગ પુલમાં એન્જોય કરી રહેલા લોકો પર બેફામ ગોળીબાર કર્યો હતો. જતા પહેલા તેમણે સુરક્ષા કેમેરા, દુકાન અને મોનિટરને પણ નુક્સાન પહોંચાડ્યું હતું.
મેક્સિકોની સરકારે બંદૂકધારીઓને શઓધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સ્વિમિંગ પુલમાં થયેલા ગોળીબારમાં સાત મૃતકો ઉપરાંત એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અત્યાર સુધી પોલીસે આ ઘટનાના સંબંધમાં કોઇની ધરપકડ કરી નથી. પોલીસ ગુનાના હેતુની તપાસ કરી રહી છે.