એપ્રિલ મહિનો બસ હવે પૂરો થવામાં જ છે ત્યાં જો મે મહિનામાં તમે બેન્કિંગ સંબંધિત કઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો પ્લીઝ પહેલા આ સમાચાર વાંચી લો, કારણ કે મે મહિનામાં 11 દિવસ બેન્ક બંધ રહેવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનામાં એટલે કે એપ્રિલમાં બેન્ક કુલ 15 દિવસ બંધ રહી હતી. હવે પછી મે મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. મે મહિનામાં કુલ 11 દિવસ બેન્ક બંધ રહેશે. આવી પરિસ્થિતિમાં જો તમારે પણ બેન્કમાં ટ્રાન્ઝેક્શન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને તરત જ પતાવી લો.
આરબીઆઈના બેન્ક હોલિડે કેલેન્ડર મુજબ મે મહિનામાં બેંકો કુલ 11 દિવસ બંધ રહેશે, જેમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય રજાઓનો સમાવેશ થાય છે. આ સિવાય આ રજાઓમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ પણ થાય છે. મે મહિનાની રજાઓ પહેલી મેના રોજ મહારાષ્ટ્ર ડે એટલે કે મે ડેથી શરૂ થશે. આસામ, બિહાર, ગોવા, કર્ણાટક, કેરળ, મણિપુર, પુડુચેરી, તેલંગાણા, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં આ દિવસે સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે અને આ મહિનાની છેલ્લી રજા રવિવારે હશે.
આવો જોઈએ કયા કયા દિવસે બેન્ક બંધ રહેશે-
1 May– મે ડે, /મહારાષ્ટ્ર દિવસ (સોમવાર) – મહારાષ્ટ્ર ,આસામ, બિહાર, ગોવા, કર્ણાટક, કેરળ, મણિપુર, પુડુચેરી, તેલંગાણા, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
5 May – બુદ્ધ પૂર્ણિમા (શુક્રવાર) – દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ
7 May – રવિવાર – રાષ્ટ્રીય રજા
9 May – રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ (મંગળવાર) – પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે
13 May – બીજો શનિવાર – રાષ્ટ્રીય રજા
14 May – રવિવાર – જાહેર રજા
16 May (મંગળવાર) – રાજ્યનો દિવસ – સિક્કિમ
21 May – રવિવાર – જાહેર રજા
22 May – મહારાણા પ્રતાપ જયંતિ – સોમવાર – હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
27 May- ચોથો શનિવાર – જાહેર રજા
28 May – રવિવાર – જાહેર રજા
…પણ ઓનલાઈન સેવાઓ તો ચાલુ જ રહેશે
બેન્કો રજાના દિવસે કામ કરશે એટલે કે ઓનલાઈન સેવાઓ તો ચાલુ જ રહેશે. આ સાથે એટીએમમાં ઉપલબ્ધ સેવાઓ પણ આ સમયગાળા દરમિયાન સંપૂર્ણ રીતે ચાલુ રહેશે. કોઈપણ એટીએમમાં જઈને સરળતાથી પૈસા ઉપાડી શકો છો.
ઓનલાઇન કા હૈ ઝમાના
ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેન્કોમાં રજા હોય એવા દિવસોમાં ઓનલાઈન બેન્કિંગ સુવિધા તો ચાલુ જ રહે છે. આ સાથે ગ્રાહકો માટે એટીએમની સેવા પણ પહેલાની જેમ ચાલુ રહે છે. જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. હાલના સમયમાં મોટાભાગના કામ ઓનલાઇન થઇ જાય છે. માત્ર અમુક જ ગણતરીના એવા કામ છે કે જે માટે તમારે ફરજીયાત બેન્કની બ્રાંચમાં જવાની ફરજ પડે છે.