મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યોએ રાંધણગેસના ભાવવધારા સામે આંદોલન કર્યું
(અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યો દ્વારા ગુરુવારે રાજ્ય વિધાનભવન સંકુલમાં રાંધણગેસના ભાવ વધારાના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને ભાવવધારો પાછો લેવાની માગણી કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે રાંધણગેસના ભાવમાં સિલિન્ડરદીઠ રૂ. ૫૦નો વધારો કરવામાં આવ્યો હતો.
એનસીપી, કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ વિધાનભવનના દાદરા પર ગુરુવારે ઊભા રહ્યા હતા અને તેમણે રાજ્યની એકનાથ શિંદે-ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. તદેમણે સામાન્ય માનવી અને ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ કર્યો હતો.
રાજ્યમાં જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી સામન્ય માનવીનું બજેટ ખોરવાઈ ગયું છે. ખેડૂતોના વીજળીના જોડાણો કાપવામાં આવી રહ્યા છે, એવો દાવો તેમણે કર્યો હતો.