Homeશેરબજારસેન્સેક્સ વધુ ૬૭૧ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૧૭,૪૫૦ની નીચે સરકી ગયો

સેન્સેક્સ વધુ ૬૭૧ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૧૭,૪૫૦ની નીચે સરકી ગયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં એક સાથે અનેક નકારાત્મક પરિબળો અને વૈશ્ર્વિક સંકેતોને કારણે મંદી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી સતત બીજા સેશનમાં ઘટીને બંધ રહ્યા હતા. વિશ્ર્વબજારની પીછેહઠ પાછળ સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટ કથળતા બેન્ક, ફાઈનાન્શિયલ શેરમાં તીવ્ર વેચવાલીથી સેન્સેક્સ ૬૭૧ પોઈન્ટ્સ તૂટ્યો; નિફ્ટી ૧૭,૪૫૦ની નીચે સરકી ગયો હતો.
સપ્તાહના અંતિમ સત્રમાં ફાઈનાન્શિયલ, આઈટી, ટેકનો, એફએમસીજી, રિયલ્ટી, બેન્ક અને ઓટો શેરોમાં ધૂમ વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૬૭૧ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે એનએસઈ નિફ્ટી-૫૦ પણ ૧૭,૪૫૦ની નીચે બંધ રહ્યો હતો. વેચવાલીના ચોતરફી દબાણ વચ્ચે પણ પાવર શેર્સ અડિખમ રહ્યા હતા.
જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને એચડીએફસી બેન્કના શેરમાં ૩-૩ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્ર્વિક સ્તરે નરમ સંકેતો, વ્યાજદરમાં તીવ્ર વધારાની ભીતિ, અમેરિકામાં સ્ટાર્ટઅપને ભંડોળ આપનાર બેન્ક શેર્સનો નબળો દેખાવ વગેરે જેવા કારણોસર તેમજ વિદેશી ફંડોની વેચવાની કારણે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૯,૨૬૨.૪૭ અને નીચામાં ૫૮,૮૮૪.૯૮ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૬૭૧.૧૫ પોઈન્ટ્સ અથવા ૧.૧૨ ટકા ઘટીને ૫૯,૧૩૫.૧૩ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૪૫૧.૫૦ અને નીચામાં ૧૭,૩૨૪.૩૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૭૬.૭૦ પોઈન્ટ્સ અથવા ૧.૦૦ ટકાના ઘટાડા સાથે ૧૭,૪૧૨.૯૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
વિશ્ર્વભરના શેરબજારોમાં વ્યાજદરમાં આક્રમક વધારાનો ફફડાટ છવાયો હોય તેમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમેરિકાના શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યા બાદ શુક્રવારે એશિયાના અન્ય બજારો પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
ટાટા મોટર્સની સબ્સિડરી ટાટા ટેકનોલોજીસે આઇપીઓ મારફત નાણાં ઉધરાવવા માટે મંજૂરી મેળવવા માટેના પ્રારંભિક દસ્તાવેજ માર્કેટ રેગ્યુલેટર પાસે જમા કરાવ્યા છે.
આ આઇપીઓ સંપૂર્ણપણે ઑફર ફોર સેલ પર આધારિત હશે અને તેના હેઠળ નવા શેર જારી નહીં કરવામાં આવે. આ આઇપીઓ અંતર્ગત ટાટા ટેક્નોલોજીસની પ્રમોટર કંપની ટાટા મોટર્સ અને અન્ય બે વર્તમાન શેરધારકો શેર ઓફર કરશે. ઓડિટ ફર્મ ડીલોઇટી ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપીએ ભારતમાં તેનું શ્રમબળ ૫૦,૦૦૦ સુધી વધાર્યું છે, જે ત્રણ વર્ષમાં લગભગ બમણો વધારો છે. કંપની અને સંસ્થાો દ્વારા વ્યાપારી ઉપરાંત પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓમાં પણ વધારો થઇ રહ્યો છે. એમઓએચયુએ દ્વારા મહિલાઓ દ્વારા સંચાલિત ત્રણ સપ્તાહના સ્વચ્છોત્સ્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રિય પ્રધાન હરદીપસિંઘ પૂરીએ સ્વચ્છ ભારત મિશન અર્બન ૦૨ અંતર્ગત આ ઝુંબેશનો મહિલા દિને પ્રારંભ કર્યો હતો.
માર્કસન્સ ફાર્માના ફેમોટીડાઇનના જેનેરિક વર્ઝનને યુએસએફજડીએની મંજૂરી મળી છે.
ફાર્મા કંપની કિલિચ ડ્રગ્સના શેરોમાં કરંટ જોવપા મળ્યો હતો. ઇથોપિઆમાં રૂ. ૧૦૦ કરોડના રોકાણ બાદ તાજેતરમાં ઇથોપિઆની સરકારે કરન્સી રિલિઝ કરી એનો સૌથી પહેલો લાભ મેળવનારી આ ભારતીય કંપનીના શેરનો ભાવ સત્ર દરમિયાન રૂ. ૧૫૧.૯૦ની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે ૦.૮૭ ટકાના વધારા સાથે રૂ. ૧૩૩.૩૦ની સપાટીએ સ્થિર થઇ હતી.
આ સત્રમાં પાવર, ઓઈલ-ગેસ અને ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી અને આ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. જ્યારે, બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી, ટેકનો અને ઓટો શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૯ ટકા અને ૦.૫૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરોમાં એક માત્ર ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૦.૯૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, મારૂતિ, પાવરગ્રીડ, સન ફાર્મા, ટાઈટન, ટેક મહિન્દ્રા અને આઈટીસીનો સમાવેશ હતો.
જ્યારે એચડીએફસી બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૫૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને રિલાયન્સનો સમાવેશ હતો.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાટા મોટર્સના શેરમાં ૧.૦૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં એનટીપીસી, મારૂતિ, બ્રિટાનિયા અને પાવરગ્રીડનો સમાવેશ હતો. નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૩.૦૨ ટકાનો ઘટાડો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી બેન્ક, અપોલો હોસ્પિટલ, એચડીએફસી અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -