મુંબઇ: વૈશ્ર્વિક સ્તરે વ્યાજદરમાં વધારાની ભીતિએ વિશ્વના બજારોની સાથે ભારતીય બજારને પણ ઘમરોળ્યું હતું. શુક્રવારે આઈટી, ટેકનો, ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ, રિયલ્ટી શેરોમાં આક્રમક વેચવાલીથી ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. વેચવાલી એટલી તીવ્ર હતી કે માત્ર કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ અને એનર્જીને બાદ કરતાં બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસીસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૧,૩૦૨.૭૨ અને નીચામાં ૬૦,૮૧૦.૬૭ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૧૬.૯૪ પોઈન્ટ્સ અથવા ૦.૫૨ ટકા ગગડીને ૬૧૦૦૨.૫૭ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ ઉપરમાં ૧૮,૦૩૪.૨૫ અને નીચામાં ૧૭,૮૮૪.૬૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૯૧.૬૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકાના કડાકા સાથે ૧૭૯૪૪.૨૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૨.૧૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ, આઈટીસી, મારુતિ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. નેસ્લે ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ૩.૧૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, ટીસીએસ, કોટક બેન્ક, એચસીએલ ટેકનો, સન ફાર્મા, ઈન્ફોસિસ, એક્સિસ બેન્ક અને ભારતી એરટેલનો સમાવેશ હતો. મિન્ડા કોર્પમાં ૫ ટકા જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. કિલિચ ડ્રગ્સનો શેર સતત બીજા દિવસના સુધારામાં ૩.૨૦ ટકા વધીને રૂ. ૧૪૬.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂ. ૧૪૨.૦૫ના પાછલા બંધ સામે ૧૪૭.૬૫ સુધી ઊંચે ગયો હતો અને સત્ર દરમિયાન પાછલી સપાટી સામે ઊંચા સ્તરે જ રહ્યો હતો. કંપનીએ તાજેતરમાં જ ઇથોપિઆમાં રૂ. ૧૦૦ કરોડના રોકાણ સાથે ફેકટરી સ્થાપી છે અને ઇથોપિઆની નેશનલ બેન્કે કરન્સી રીલીઝ કર્યાનો સૌથી પહેલો લાભ મેળવનાર ભારતીય કંપની બની છે.
આ સત્રમાં રિયલ્ટી, ટેલીકોમ, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ, એફએમસીજી અને ફાર્મા શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે કેપિટલ ગૂડ્ઝ, એનર્જી અને ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી. ઇજઊ મિડકેપ અને ઇજઊ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૭૫ ટકા અને ૦.૨૪ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ૨.૨૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, બીપીસીએલ, હિરો મોટોકોર્પ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ હતો. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૪.૩૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ હતો.
કોર્પોરેટ ક્ષેત્રે પરિણામ અને અન્ય ગતિવિધ જોરદાર રહી છે. ભારતની અગ્રણી મલ્ટિ-બ્રાન્ડ ઇવી સ્ટોર બીલાઇવે મહારાષ્ટ્રના જલગાંવમાં મલ્ટી-બ્રાન્ડ ઇવી સ્ટોર ઇકો પોઇન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં બીલાઇવનો આ ૧૯મો સ્ટોર છે અને કંપની ટૂંક સમયમાં સમગ્ર દેશમાં ૧૦૦ પ્રાયોગિક ઇવી સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય ધરાવે છે. આ વિશિષ્ટ સ્ટોર ગ્રાહકોને અગ્રણી બ્રાન્ડ્સ, સરળ ફાઇનાન્સિંગ વિકલ્પો, રોડસાઇડ સહાય, એક્સચેન્જ અને અપગ્રેડ લાભો, વેચાણ પછીની સેવાઓ અને બ્રાન્ડની અન્ય શ્રેષ્ઠ ઑફર્સથી ઇવીની ઉપલબ્ધતા સાથે લાભ કરશે. કંપની પેટ્રોલથી ચાલતા જૂના ટુ વ્હીલર્સ વહકલ્સને ઇલેક્ટ્રિક વ્હીકલમાં રૂપાંતરિત કરવાની યોજના પણ ધરાવે છે. ડીજીટલ પ્લેટફોર્મ પર અનેકવિધ ઇવી પ્રોડક્ટ્સ અને સર્વિસ ઓફર કરતી આ કંપનીના પ્લેટફોર્મ પર ૪૦થી વધુ બ્રાન્ડસ છે. નિયોજન કેમિકલ્સ લિમીટેડે ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિનાના નાણાંકીય પરિણામમાં મહિનામાં આવકમાં ૪૬ ટકાના વધારા સાથે રૂ. ૪૮૨.૩ કરોડ નોંધાવી છે. કંપનીએ એબિટામાં ૩૨ ટકા અને કરવેરા બાદના નફામાં ૨૩ ટકાની વૃદ્ધિ (રૂ. ૩૫.૭ કરોડ) હાંસલ દર્શાવી છે. મહત્ત્વના અંતિમ વપરાશકર્તા ઉદ્યોગોની સ્થિર માગ દ્વારા પ્લાન્ટ્સની ક્ષમતાના ઉપયોગમાં થયેલા વધારાને કારણે આવકમાં વૃદ્ધિ થઇ હતી. ઊંચા માર્જિન ધરાવતા ઇન્ટરમીડિયેટ્સ અને કસ્ટમ સિંથેસિસ ઉત્પાદન તથા બિઝનેસ વિસ્તરણનો લાભ મળ્યો છે. કંપની લિથીયમ, ઇન્પુટ કોસ્ટમાં નોંધપાત્ર ખર્ચ વધારો ગ્રાહકોને પસાર કરી શકી હોવાથી ઇબીઆઇટીડીએમાં વધારો થયો છે.
ભારતની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ધસલ્ટન્સી કંપનીઓમાંની એક ધ્રુવ ક્ધસલ્ટન્સી સર્વિસ લિમિટેડે, નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિક અને પ્રથમ નવ મહિના માટે તેના ઓડિટ કરાવ્યા વિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કુલ અનએક્ઝિક્યુટેડ ઓર્ડર બુક ૨૯૬ કરોડ છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. ૧.૮૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ૭૩.૦૮ ટકાનો વધારો દર્શાવે છે. એ જ રીતે, નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. ૨૨.૪૦ કરોડની આવકના સ્તરે પહોંચી છે જે, ૬.૮૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. શેરદીઠ કમાણી રૂ. ૧.૧૪ના સ્તરે રહી છે, જે ૫૨ ટકાનો વધારો દર્શાવે છે.
હાઈડ્રોપાવર અને સિંચાઈ ક્ષેત્રે વિશેષતા ધરાવતી સિવિલ ક્ધસ્ટ્રક્શન કંપની પટેલ એન્જિનિયરિંગ લિમિટેડે એક્સચેન્જને જાણ કરી છે કે કંપની અને તેના સંયુક્ત સાહસના ભાગીદારો સાથે રૂ. ૧,૫૬૭૬.૨૪ મિલિયનના નવા ઓર્ડર માટે સૌથી ઓછી બિડર, એલ-વન જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ જોઈન્ટ વેન્ચર અંતર્ગત હાથ ધરવામાં આવશે. તમામ પ્રોજેક્ટ ૩૬ મહિનાના સમયગાળામાં પૂર્ણ થવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટસમાં મધ્ય પ્રદેશના જળ સંસાધન વિભાગ દ્વારા આયોજિત રિહંદ સૂક્ષ્મ સિંચાઈ પ્રોજેક્ટ અને મહારાષ્ટ્ર સરકારના જળ સંસાધન વિભાગના કૃષ્ણા મરાઠવાડા સિંચાઈ પ્રોજેક્ટ, લિફ્ટ ઈરીગેશન સ્કીમ ૦૧ અને લિફ્ટ ઈરીગેશન સ્કીમ ૦૨નો સમાવશ થાય છે.
એલઇડી લાઇટ્સ અને ફિક્સરના ઉત્પાદન અને નવીન લાઇટિંગ સોલ્યુશન્સ સાથે સંકળાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સર લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. ૬૧.૩૧ કરોડની આવક નોંધાવી છે, જે ૧૩૭.૦૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. ત્રીજા ત્રિમાસિકમાં એબિટા રૂ. ૧૫.૩૦ કરોડ ના સ્તરે પહોંચ્યો છે, જે ૪૩૮.૭૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં ૭૫૯.૮૫ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૧.૩૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. પ્રથમ નવ મહિનામાં રૂ. ૩૯.૭૨ કરોડની સામે ઉત્પાદન પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે રૂ. ૮૬.૬૦ કરોડનું યોગદાન આપ્યું હતું. એ જ રીતે, ઉક્ત ગાળામાં રૂ. ૩૦.૬૧ કરોડની સામે ટ્રેડિંગ પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે રૂ. ૪૧.૦૯ કરોડનું યોગદાન આપ્યું હતું.