(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સતત બે સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે વૈશ્ર્વિક બજારના મિશ્ર અહેવાલ સાથે રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૭.૧૫ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૯.૮૦ પૉઈન્ટનો સાધારણ ઘસરકો આવ્યો હતો.
જોકે, આજે એકંદરે બજાર પાંખાં કામકાજો વચ્ચે સાંકડી વધઘટે અથડાઈ ગઈ હતી.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૦,૯૨૭.૪૩ના બંધ સામે નરમાઈના ટોને ૬૦,૮૧૧.૫૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૭૧૩.૭૭ અને ઉપરમાં ૬૧,૦૭૫.૩૩ની રેન્જમાં અર્થાત્ ૩૬૧.૫૬ પૉઈન્ટની વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાધારણ ૧૭.૧૫ પૉઈન્ટ અથવા તો ૦.૦૩ ટકા ઘટીને ૬૦,૯૧૦.૨૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૧૩૨.૩૦ના બંધ સામે ૧૮,૦૮૪.૭૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૦૬૮.૩૫ અને ઉપરમાં ૧૮,૧૭૩.૧૦ની રેન્જમાં અથવા તો ૯૪.૯૫ પૉઈન્ટની વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૦૫ ટકા અથવા તો ૯.૮૦ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૮,૧૨૨.૫૦ની સપાટીએ બંધ
રહ્યો હતો.
વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના મિશ્ર અહેવાલો સાથે સ્થાનિકમાં એકંદરે કરામકાજો પાંખાં રહ્યાં હતાં. બન્ને શૅરઆંકો સાધારણ નરમાઈ સાથે ખૂલ્યા બાદ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હોવાનું રેલિગેર બ્રોકિંગનાં ટેક્નિકલ રિસર્ચના હેડ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે બજારમાં સાંકડી વધઘટ હોવા છતાં ઈન્ડેક્સ હેઠળના શૅરોમાં છૂટીછવાઈ લેવાલી રહેતાં બજારનો સુધારાતરફી અન્ડરટોન જોવા મળ્યો હતો, જ્યારે જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વિશ્ર્વ બજારના મિશ્ર વલણને કારણે બજાર બેતરફી વધઘટે અથડાઈ ગઈ હોવાથી આજે બે સત્રની તેજીને બ્રેક લાગી હતી.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૨ શૅરના ભાવ વધીને અને ૧૮ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને અને ૩૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
જોકે, સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૩.૧૦ ટકાનો વધારો ટિટાનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૫૭ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૩૯ ટકાનો, મારુતિ સુઝુકી લિ.માં ૧.૨૭ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૦.૯૮ ટકાનો અને ટૅક મહિન્દ્રામાં ૦.૫૯ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૩૯ ટકાનો ઘટાડો ભારતી એરટેલમાં જોવા મળ્યો છે.
ત્યાર બાદ અનુક્રમે ટાટા સ્ટીલમાં ૧.૦૮ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૮૬ ટકાનો, અલ્ટ્રાટેક સિમ્ન્ટમાં ૦.૮૩ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૦.૮૧ ટકાનો અને ટાટા મોટર્સમાં ૦.૭૦ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં મુખ્યત્વે ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૧.૫૭ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૨૬ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૧.૨૨ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૧૮ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૧.૧૫ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૦.૭૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૪૭ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૩૯ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૩૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયન ઈક્વિટી માર્કેટમાં સિઉલ, ટોકિયો અને શાંઘાઈની બજારો ઘટાડાના ટોને બંધ રહી હતી, જ્યારે હૉંગકૉંગની બજારમાં સુધારો હતો. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો દર્શાવાઈ રહ્યા હતા.
વધુમાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૬૭.૬૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭૪ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના સુધારા સાથે ૮૨.૮૪ની સપાટીએ બંધ
રહ્યો હતો. ઉ